175 કિલો વજનથી કંટાળી PMને પત્ર લખી કરેલી ઇચ્છા મૃત્યની માંગ, હવે થઇ ગયુ 60 કિલો વજન
વડોદરા, ૨૨મી નવેમ્બર.
વર્ષ ૨૦૧૬માં ૧૭૫ કિલો વજન ધરાવતી વડોદરાના શકુંતલાબેન શાહ ૨.૫ વર્ષ બાદ ૧૧૫ કિલો ઘટીને માત્ર ૬૦ કિલો જ થઇ ગયું છે. આ વજન ઉતારવા માટે તેમણે ભારે મહેનત કરી છે. અત્યાર સુધીમાં તેમના શરીર પર આઠ વખત બેરીયાટ્રીક સર્જરી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સર્જરી પહેલા શકુંતલાબેને વધારે વજનથી કંટાળી સરકાર સહાય કરે અથવા ઇચ્છામૃત્યુની મંજૂરી આપે તેવો પત્ર વડાપ્રધાનને લખ્યો હતો. ૧૭૫ કિલોમાંથી ૧૧૫ કિલો વજન ઉતારનાર શકુંતલાબેન શાહ માટે એક સમયે ઉભા થવુ પણ શક્ય ન હતુ પરંતુ હવે તેઓ ચાલી શકે છે. તેઓ દરરોજ કસરત કરે છે. ડોક્ટરની સલાહ પ્રમાણે તેઓ કસરત કરે છે.
ભારે અને અસહ્ય વજનથી છેલ્લા ૧૩ વર્ષથી પીડાતા શકુંતલાબેનને અનેક વખત આપઘાત કરવાના વિચાર આવતા હતા. તેઓ આર્થિક, માનસિક અને શારીરિક રીતે પરેશાન થઇ ગયા હતા. આર્થિક પરિસ્થિતી સારી ન હોવાથી તેઓ બેરીયાટ્રીક સર્જરી પણ કરાવી શકતા ન હતા. ગુજરાત સરકાર દ્વારા કોઇ સહકાર ન મળતા દાતાઓ અને હોસ્પિટલના ડોક્ટરના સહકારથી જુના પાદરા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં શંકુતલાબહેની સફળ સર્જરી થઇ શકી હતી. ૨૨ એપ્રિલ ૨૦૧૬ના રોજ શકુંતલાબેનની સર્જરી કરવામાં આવી હતી ત્યારે તેમનું વજન ૧૭૫ કિલો હતુ. જ્યારે આજે તેમનું વજન કરતા તેમનું વજન માત્ર ૬૦ કિલો થઇ ગયુ છે. જેથી આ દરમિયાન તેમનું ૧૧૫ કિલો જેટલુ વજન ઘટ્યુ છે. હવે તેઓ બિન્દાસ્ત લાઇફ જીવી રહ્યા છે.
શકુંતલાબેનનો ડાયેટ પ્લાન જાણો ?
- સવારે 8 વાગ્યે ગ્રીન ટી (મધ અને લીંબુ નાંખીને)
- સવારે 9 વાગ્યે અડધો ગ્લાસ દૂધ- પ્રોટીન પાઉડર સાથે
- સવારે 10 વાગ્યે અડધો ગ્લાસ જ્યુશ (બીટ, ગાજર, ટામેટા, દુધીનું)
- બપોરે 12 વાગ્યે જમવાનું દાળ ભાત શાક રોટલી(થોડી માત્રામાં)
- બપોરે 3 વાગ્યે સૂપ (વેજીટેબલ, ફ્રુટ)
- સાંજે 7 વાગ્યે જમવાનું (ખીચડી, ઉપમા વગેરે)
- રાત્રે 9 વાગ્યે અડધો ગ્લાસ દૂધ
- રાત્રે 11 વાગ્યે ગ્રીન ટી (મધ અને લીંબુ નાંખીને)
More Stories
વડોદરાના જુના પાદરા રોડ પર સ્પાના ઓથા હેઠળ ધમધમતુ સેક્સ રેકેટ ઝડપાયું, વ્યક્તિદીઠ એક યુવતીના કલાકના 3 થી 9 હજાર રૂપિયા ચાર્જ
વડોદરા સામૂહિક આપઘાત કેસમાં સોની પરિવારના વધુ એક મોભીનું મોત, દિપ્તીબેન સોનીએ અંતિમ શ્વાસ લીધાં
રાજકોટમાં હોમગાર્ડ ચાલુ વાહને પિચકારીને ભાગ્યો, કાર ચાલકે પીછો કરીને કહ્યું ‘મમરા ભરી દઈશ હો’, જુઓ વિડીયો….