કોરોનાના આર્થિક ફટકવા વચ્ચે ક્યાં ગ્રહ ખૂબ પૈસો અને પ્રતિષ્ઠા અપાવે છે ? આ આઠ ઉપાય કરશો તો નસીબ ચમકી ઉઠશે…

www.mrreporter.in
Spread the love
એસ્ટ્રો ગુરુ, મિ.રિપોર્ટર, 13મી ફેબ્રુઆરી. 
કોરોનાએ ઘણા બધાની નોકરી અને રોજગારી છીનવી લીધી. એમાંય નાના વેપારી અને મધ્યમવર્ગના વેપારીની પણ ધંધા રોજગાર બંધ રહેતા કમરતોડી નાખી. આવકની સામે ટેક્સ સહિતના સરકારી ફરમાનથી સૌ કોઈ દુઃખી બની ગયા છે. આવા સમયમાં સૌ કોઈ  વ્યક્તિ પોતાના જીવનમાં માન-સન્માન, ઉચ્ચ પદ અને ધન સંપત્તિ ઈચ્છે છે. 
તમે પણ ઈચ્છતા હશો ? પણ કેવી રીતે ? આ પ્રશ્નના જવાબ દરેક ને મળતો નથી. આજે અમે તમને બતાવી કે, જ્યોતિષ ગ્રંથમાં એવા ઘણા મંત્રો અને ઉપાયો છે કે, જેને શ્રધ્ધા અને ભક્તિ ભાવ સાથે કરવામાં આવે તો ઇષ્ટદેવ અને ઈશ્વર ચોક્કસ પ્રસન્ન થાય છે. 
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
જીવનમાં મળનારા માન-સન્માન અને રાજસી જીવનનો સંબંધ સૂર્ય ગ્રહ સાથે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય શુભ હોય તો એ વ્યક્તિને સરકારી સેવામાં ઉચ્ચ પદ મળે છે. સાથે જ તેને અન્ય પ્રકારના લાભ થાય છે.  સૂર્ય ગ્રહ બધા ગ્રહોનો રાજા છે.
વૈદિક જ્યોતિષમાં તેને આત્મા, માન-સન્માન, રાજા, ઉચ્ચ પદ, સરકારી સેવા, લીડરશિપ વગેરેનો ગ્રહ માનવામાં આવે છે. સૂર્ય ગ્રહ સિંહ રાશિનો માલિક છે. તે તુલા રાશિમાં નીચનો હોય છે અને મેષ રાશિમાં ઉચ્ચનો ગણાય છે. શનિ અને શુક્ર તેના શત્રુ ગ્રહ છે. ચંદ્ર, મંગળ અને ગુરુ તેના મિત્ર ગ્રહ છે.
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ મજબૂત હોય તો તેને સરકારી સેવામાં ઉચ્ચ પદ પ્રાપ્ત થાય છે. સરકારી જોબ માટે પણ સૂર્ય જવાબદાર છે. આવા લોકો રાજાની જેમ પોતાનું જીવન ગાળે છે. તેમની અંદર ગજબ નેતૃત્વ ક્ષમતા હોય છે. સમાજમાં તેમને માન-સન્માન અને પ્રસિદ્ધિ મળે છે. જો તમારી કુંડળીમાં સૂર્ય મજબૂત ન હોય ત તમે જ્યોતિષમાં દર્શાવેલા ઉપાય અનુસાર તેને શક્તિશાળી બનાવી શકો છો.

સૂર્ય બળવાન બનાવવાના ઉપાય

  • રવિવારે સૂર્ય દેવની ઉપાસના કરો.
  • સૂર્યની આરાધના સમયે ॐ ह्रां ह्रीं ह्रौं सः सूर्याय नमः મંત્રનો 108 વાર જાપ કરો
  • સૂર્ય મજબૂત બનાવવા માટે માણેક રત્ન પહેરો.
  • રવિવારે કેસરી રંગના વસ્ત્ર ધારણ કરો.
  •  બિલિના વૃક્ષના મૂળ ધારણ કરો.
  • સૂર્ય દેવ માટે ગોળ, લાલ ફૂલ, તાંબા, ઘઉં વગેરેનું દાન કરો.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Mrreporter.in ની મોબાઇલ એપ્લિકેશન.