મિ.રિપોર્ટર, ૨૫મી નવેમ્બર. 

પ્રેમ એટલે સમર્પણ અને એકબીજાનો આદર. પણ આજે પ્રેમની પરિભાષા બદલાઈ છે. આજે પ્રેમ એટલે ત્યાગ કે સમર્પણ  નહિ લાગણીઓથી મૂરખ બનાવું અને  શારીરિક રીતે પાર્ટનરનો ભોગ લેવો તે આર્ટ બની ગયું છે.  જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તમારો પાર્ટનરનો સ્વભાવ કેવો છે ?  તે સાચ્ચો પ્રેમ કરે છે કે કેમ ? રાશિ પ્રમાણે કઈ વ્યક્તિ કેવો પ્રેમી કે પ્રેમિકા પુરવાર થઈ શકે છે, તે જાણો….

મેષઃ
આવા  લોકો આકર્ષક અને પ્રભાવશાળી સ્વભાવ ધરાવતા હોય છે. તેમનું વ્યક્તિત્વ પુરૂષત્વથી ભરપૂર અને રૂઆબદાર હોય છે. તેનાથી જ દરેક છોકરી તેમના તરફ આકર્ષાઈ જાય છે. આ રાશિના લોકો રોમેન્ટિક સ્વભાવ ધરાવે છે . કામુક સ્વભાવને કારણે તે શારીરિક સંબંધો બાંધવામાં વધુ વિશ્વાસ ધરાવે છે.

વૃષભઃ
આ રાશિના લોકો ઉત્તમ પ્રેમી પુરવાર થાય છે. તેમણે પ્રેમ સંબંધો બાંધવામાં નિપુણતા કેળવેલી હોય છે. તેઓ કોઈની પણ સાથે ઝડપથી પ્રેમ સમંબંધ બાંધી લે છે. તેમના સંબંધો ઘણા મજબૂત હોય છે અને તે આજીવન સંબંધો નિભાવવામાં માને છે. તેમનું વૈવાહિક જીવન પણ ખુશીઓથી ભરેલુ હોય છે. તે પોતાના સાથીને પણ ખુશ રાખે છે.

મિથુનઃ
મિથુન રાશિના લોકોના સામાન્ય રીતે એક કરતા વધારે પ્રેમસંબંધ હોય છે. આ જ કારણે આ રાશિના લોકોના એક કરતા વધારે વાર લગ્ન પણ થાય છે. તેમનો સ્વભાવ વિપરિત જાતિના વ્યક્તિ તરફ આસાનીથી આકર્ષિત થઈ જવાનો છે. આ રાશિના લોકો વિવાહને ખાસ મહત્વ નથી આપતા અને પ્રેમ સંબંધોમાં ખોવાયેલા રહે છે.

કર્કઃ
આ રાશિના લોકો પ્રેમના મામલામાં ઘણા મૂડી હોય છે. તે પોતાના સંબંધો પ્રત્યે ઈમાનદાર હોય છે અને જવાબદારીથી પોતાના સંબંધો નિભાવે છે. તે પોતાના જીવનસાથી કે પ્રેમીની લાગણીની કદર કરે છે. સામાન્ય રીતે આ રાશિના લોકોના જીવનમાં લગ્ન પછી ઘણું પરિવર્તન આવે છે. આ રાશિના લોકોનો મહદંશે ભાગ્યોદય લગ્ન પછી જ થાય છે.

સિંહઃ
આ રાશિના લોકો પાસે એવો અવાજ હોય છે કે કોઈ તેનાથી પ્રભાવિત થયા વિના રહી જ નથી શકતું. તેઓ સારા પ્રેમી પુરવાર થાય છે અને તેમના સંબંધો મહદંશે સફળ પુરવાર થાય છે. સંબંધો જાળવવામાં આ રાશિના લોકોની માસ્ટરી હોય છે. તેમને આદર્શ પ્રેમી કહી શકો. તે ઘણા ભાવુક અને સુંદર શરીર વાળા હોય છે.

કન્યાઃ
આ રાશિના લોકોની ગણતરી મહાન પ્રેમીઓમાં ન કરી શકાય. આ રાશિના લોકોની પર્સનાલિટી આકર્ષક હોય છે. તે કોઈને પણ પ્રભાવિત કરી શકે છે. આ લોકોનો પોતાના પરિવાર પ્રત્યે એટલો ગહેરો લગાવ હોય છે,  પરિવાર માટે તે કંઈપણ ત્યાગ આપી શકે છે. તે માત્ર શારીરિક સુખ પ્રાપ્ત કરવા નથી માંગતા પરંતુ તેમના માટે હૃદયના હૃદય સાથે મિલનનું વધારે મહત્વ હોય છે.

તુલાઃ
આ રાશિના લોકોની ગણતરી મહાન પ્રેમીઓમાં કરી શકાય છે. તે પ્રેમના ઊંડાણને સારી રીતે સમજી શકે છે. તે ક્યારેય એકલા રહેવાનું પસંદ નથી કરતા. તેમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે અને તેમને મળીને કોઈપણ તેમનાથી ઈમ્પ્રેસ થયા વિના નથી રહી શકતું.

વૃશ્ચિકઃ
આ રાશિના લોકો ઉચ્ચ કક્ષાના આદર્શ પ્રેમી હોય છે. તે પોતાના પ્રેમ માટે કંઈપણ કરી શકે છે, અને કોઈપણ તયાગ આપી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેમનામાં ઈર્ષ્યાની ભાવના ઘણી વધારે હોય છે. તેમને તમે રોમેન્ટિક પ્રેમીની શ્રેણીમાં રાખી શકો છો. તેમનું શારીરિક સૌંદર્ય ગજબ હોય છે અને વિપરિત લિંગની વ્યક્તિ તેમને જોતા સાથે જ આકર્ષિત થઈ જાય છે.

ધનઃ
આ રાશિના લોકો ખૂબ જ સંવેદનશીલ અને ખુશમિજાજ હોય છે. તે દરેક પળને ખુશી ખુશી વીતાવવામાં માને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો સારા પ્રેમી હોય છે પણ તેમનો પ્રેમ લાંબો સમય નથી ટકતો. તેમને હંમેશા નવા નવા ચહેરા આકર્ષિત કરે છે. એક પ્રેમી સાથે હંમેશા બંધાઈને રહેવુ તેમનો સ્વભાવ નથી. આ કારણે તેમનો જીવનસાથી કે પ્રેમી સાથે વિવાદ થતો રહે છે.

મકરઃ
આ રાશિના લોકો સ્વભાવે જિદ્દી હોય છે. આ સ્વભાવને કારણે તેમને પ્રેમ સંબંધોમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રાશિના લોકોને સારા પ્રેમીઓની શ્રેણીમાં રાખી ન શકાય. તેમના સતત બદલાતા સ્વભાવની અસર તેમની લવલાઈફ પર પણ પડે છે.

કુંભઃ
કુંભ રાશિના લોકો ખૂબ જ ભાવુક હોય છે અને તે દરેક કામને દિલથી કરવામાં માને છે. આ રાશિના લોકો થોડા મૂડી પણ હોય છે. તેમનો પ્રેમ સ્થાયી હોય છે અને તે જેની સાથે પ્રેમમાં પડે તેના પ્રત્યે ખૂબ જ ભાવુક થઈ જાય છે. આ રાશિના લોકો પોતાનું જીવન સ્વતંત્રતાથી જીવવા માંગે છે. તે પોતાના જીવન સાથી પર પૂરો વિશ્વાસ રાખે છે. 

મીનઃ
આ રાશિના લોકો વધારે પડતા લાગણીશીલ હોય છે. આ ભાવુકતાને કારણે તે વિપરિત લિંગ પ્રત્યે આસાનીથી આકર્ષિત થઈ જાય છે. તેમને આસાનીથી કોઈપણ પ્રભાવિત કરી શકે છે. આ લોકો પ્રેમમાં અતૂટ સંબંધ બનાવી રાખવામાં માને છે પરંતુ તેમનું દિલ કેટલીય વાર તૂટે છે. તેઓ એવી અપેક્ષા રાખે છે કે તેમના લવ પાર્ટનર તેમને પૂરી રીતે સમજે, તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખે અને તે સમજદાર હોય.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: