કઈ હોટલમાં જઈ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ બોલશો, તો 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે ? જુઓ વિડીયો ?

Spread the love

મુંબઈ-મિ.રિપોર્ટર, ૨૩મી ફેબ્રુઆરી. 

જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં ૪૪ જેટલાં જવાનો શહીદ થયા બાદ પાકિસ્તાન અને જેશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠન સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.  સમગ્ર દેશ જ નહિ પણ વિદેશમાં પણ વસતા ભારતીયોમાં પાકિસ્તાન અને તેના પ્રેરિત આતંકવાદ સામે લોકો ભારે વિરોધ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જેમાં માયાનગરી મુંબઈમાં વિરોધ પણ અનોખો થઈ રહ્યો છે. મુંબઈના એક જાણીતી રેસ્ટોરન્ટના માલિકે પોતાના ગ્રાહકોને ‘પાકિસ્તાન મુર્દાબાદ’ બોલવા પર ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. મુંબઈની આ રેસ્ટોરન્ટનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થઇ રહ્યો છે. 

મુંબઇની લકી તવા રેસ્ટોરન્ટ ખારઘરના સેકટર ૭મા આવેલી છે. આ રેસ્ટોરાંના માલિકનું નામ સૈયદ ખાન છે. સૈયદ ખાને  પુલવામામાં હુમલા બાદ પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો.  સૈયદ ખાને જણાવ્યું હતું કે,  પુલવામા આતંકી હુમલાએ મને હચમચાવી દીધો છે. હું આર્થિક રીતે સશકત નથી, જેથી શહીદોને કોઈ પણ રીતે સીધી મદદ કરી શકું. પણ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ બોલીને ગ્રાહકોને 10 ટકા ડિસ્કાઉન્ટ નો લાભ આપી રહ્યો છુ. આ રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે.