પ્રેગ્નેન્સીનો ચાન્સ કઈ પોઝિશનમાં સેક્સ માણવાથી વધે ? વાંચો…

દિલ્હી, મિ.રિપોર્ટર, ૧૧મી જાન્યુઆરી. 

પરણિત યુગલોને માતા-પિતા બનવું છે ? પણ  પ્રેગ્નેન્સીનો ચાન્સ કેવી રીતે વધે  ? શું કરવાથી નોર્મલ બાળકને જન્મ આપી શકાય ? આ તમામ પ્રશ્નો માટે દેશના મોટાભાગના પરણિત યુગલોને કોઈ ખાસ નોલેજ નથી ? આ નોલેજના અભાવે તેઓ ઘણી વખત હીન ભાવનાથી પીડાતા હોય છે. તેમના લગ્ન જીવનમાં ખટરાગ ઉભો થાય છે અને ઘણા કિસ્સામાં તો યુગલોના ડાયવોર્સ પણ  થાય છે. આ તમામ પ્રશ્નો સામે દેશના ગાયનેકોલોજીસ્ટનું માનવું છે કે ખાસ સેક્સ પોઝિશનથી સ્પર્મની એગ સુધી પહોંચવાની પ્રોસેસ ઝડપી થાય છે અને આ કારણે પ્રેગ્નેન્સીના ચાન્સ વધે છે. તેમના દ્વારા દર્શાવેલી ટીપ્સ અને સેક્સ પોઝિશન દ્વારા ઘણા કપલ્સને પ્રેગ્નેન્સીમાં સફળતા મળી છે. જેને તમે પણ તમારા જીવનમાં અજમાવી શકો છો. 

સેક્સ પોઝિશન : 

(૧) પ્રેગ્નેટ થવા માટે સૌથી બેસ્ટ  મિશનરી પોઝિશનને  માનવામાં આવે છે.  જમીન પર બેકથી સૂતેલી સ્ત્રીએ નીચે તકીયો રાખવો જોઈએ. એકવાર ઈજેક્યુશન થઈ જાય તો પાર્ટનરને આ પોઝિશનમાં 2-3 મિનિટ રહેવા માટે કહો. સ્ત્રીએ પણ આ પોઝિશનમાં 10 મિનિટ રહેવું જોઈએ જેથી સ્પર્મ એગ્સ સુધી ઝડપી અને સરળતાથી પહોંચી શકે.

(૨) પ્રેગ્નેન્સીમાં ગ્રેવિટી પણ ખાસ ભાગ ભજવે છે. આ પોઝિશનમાં પુરુષ ટોપમાં રહે છે અને સ્ત્રી તેના પગ પાર્ટનરના ખભા પર રાખે છે, જેથી પ્રવેશ સારી રીતે થઈ શકે. આ પોઝિશન પણ પ્રેગ્નેન્સીના ચાન્સ માટે અસરકારક છે.

(૩) સ્પૂન પોઝિશનને સૌથી વધારે ઈન્ટીમેટ માનવામાં આવે છે. તેમાં પુરુષ સ્ત્રીની પાછળથી તેની નીકટ આવે છે. આ પોઝિશનમાં પુરુષ વી શેપ દ્વારા પેનિસના પ્રવેશને વધારે ઉંડાણ આપી શકે છે. પુરુષે આ પોઝિશનમાં તરત બહાર ન નીકળી જવું જોઈએ. 

(૪)  મર્મેઈડ પોઝિશન માં સ્ત્રીને ડાઈનિંગ ટેબલ અથવા કાઉન્ટર પર બેકના ભાગથી સૂવાનું હોય છે.  તેના પગ જોઈન્ટ સ્થિતિમાં ઉપરની તરફ હોય છે. જ્યારે પુરુષ પાર્ટનર ઊભા રહીને પ્રવેશ કરે છે. વધારે સારા પ્રવેશ માટે સ્ત્રી બેકની નીચેના ભાગમાં તકિયો રાખી શકે છે.

(૫) વ્હીલબોરો  પોઝિશનમાં સ્ત્રીના બંને પગ પુરુષને વિટાંળીને પાછળની તરફ હોય છે, જ્યારે પુરુષ પાર્ટનર તેને ઉચકે છે. પરંતુ આ પોઝિશનમાં તમે પોતાની જાતને ઈજાગ્રસ્ત ન કરી નાખો તેનું ખાસ ધ્યાન રાખવું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રેગ્નેટ થવા માટે ઉપરોક્ત  પોઝિશન ઉપરાંત અન્ય બાબતો પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે પીરિયડના દિવસો,  સ્મોકિંગ,  દારૂનું સેવન ની પણ સીધી અસર પડે છે. કારણ કે તેની અસર તમારા અંડાશય પર પડે છે.  હેલ્થી લાઈફસ્ટાઈલ માટે હેલ્થી ભોજન અને વર્કઆઉટ પર ધ્યાન આપવું જોઈએ.