બોલીવુડની કઈ એક્ટ્રેસના પાડોશીને કોરોના પૉઝિટીવ નીકળ્યો ? મુંબઇ બીએમસી આખી બિલ્ડિંગને કેમ સીલ કરી ?

Spread the love

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના પાડોશીને કોરોના પૉઝિટીવ :  એક્ટ્રેસની આખી બિલ્ડિંગને મુંબઇ બીએમસી અને પોલીસે સીલ કરી 

મુંબઈ- મિ.રિપોર્ટર, ૫મી એપ્રિલ. 

દેશમાં કોરોના વાઈરસનો કહેર જારી છે અને સતત કેસો વધી રહ્યા છે. પરિસ્થિતિ વધુ વણસે નહિ તે માટે હવે મુંબઈ સરકારે વધુ કડક પગલા લેવાની શરૂઆત કરી છે. જેના પગલે મુંબઈ સરકારે ફિલ્મ- ટીવી એક્ટ્રેસના આખા એપાર્ટમેન્ટને સીલ કરી દીધુ છે.

મળતી માહિતી મુજબ, ફિલ્મ- ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે રહેતી હતી, ત્યા તેની બાજુમાં એક વ્યક્તિને કોરોના પૉઝિટીવ આવ્યો હતો. જેના કારણે તંત્રએ આખી બિલ્ડિંગની સીલ કરવાનો નિર્ણય લીધો હતો. આ બિલ્ડિંગમાં મોટી મોટી હસ્તીઓ પણ રહે છે. આ એપાર્ટમેન્ટમાં અંકિતા લોખંડે ઉપરાંત અશિતા ધવન, નતાશા શર્મા, મિશ્કત વર્મા સહિતા સેલેબ્સ રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  જે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે, તે સ્પેનથી ભારતમાં આવ્યા હતા. તે વ્યક્તિનો પહેલા નેગેટિવ  રિપોર્ટર આવ્યો હતો. જોકે 12 દિવસ પછી કોરોનાના લક્ષણો દેખાવવાના શરૂ થયા હતા.
 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.