વડાપ્રધાન મોદીની ‘મિશન શક્તિ’ જાહેરાતમાં ચુંટણી આચાર-સંહિતાનો ભંગ થયો કે નહીં તેની તપાસ થશે, કોણે માંગણી કરી ?

Spread the love

નવી દિલ્હી- મિ.રિપોર્ટર, ૨૮મી માર્ચ

લોકસભાની ચુંટણીના આક્ષેપ-પ્રતિ આક્ષેપના માહોલ વચ્ચે ચૂંટણીના માહોલમાં વડાપ્રધાને  આખા દેશને ‘મિશન શક્તિ’ને લઈને સંબોધન કર્યું હતું. જોકે તેની સામે વિપક્ષોએ નારાજગી દર્શાવી ને ચુંટણીપંચ ને ફરિયાદ કરતા જ ચૂંટણી પંચ પાસે  PMO ઓફીસ પાસેથી PMની સ્પીચ મંગાવી છે. 

ગઈકાલે વડાપ્રધાન મોદીએ  પહેલાં તો ટ્વિટ કરીને લોકોને ચોંકાવી દીધા હતા કે તેઓ કંઈક મોટું કરવા જઈ રહ્યાં છે. બાદમાં ‘મિશન શક્તિ’માં ભારતે લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો હતો. આ વાતનો ખુલાસો  વડાપ્રધાન મોદીએ ટીવી ચેનલો પર કર્યો હતો. જેની સામે સીપીએમ તથા મમતા બેનર્જીએ સવાલો ઉઠાવ્યા છે અને કહી રહ્યાં છે કે જ્યારે ચૂંટણીની જાહેરાતો થઈ ગયી છે. આખા દેશમાં આચાર-સંહિતા લાગેલી છે આ સમયે વડાપ્રધાને દેશને સંબોધીને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.

ચૂંટણી પંચને મળેલી ફરિયાદને લઈને વિભાગ હવે 5 અધિકારીઓની પેનલ બનાવશે અને વીડિયો જોઈને નિર્ણય કરશે કે મોદીના સંબોધનમાં આચાર-સંહિતાનું ઉલ્લંઘન થયું છે કે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી અધિકારીઓનું માનવું છે કે,  વડાપ્રધાને આ રીતે સંબોધન કરીને કોઈ જ પ્રકારની આચાર-સંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી.