ક્યાં ડિજિટલ હોર્ડિંગ હેક થયું ? કઈ જગ્યાએ 20 મિનિટ સુધી ચાલ્યો પોર્ન વિડીયો….જુઓ…વિડીયો…

Spread the love

નવી દિલ્હી- મિ.રિપોર્ટર, ૨જી ઓક્ટોબર. 

વિશ્વમાં હેકર્સને રોકવા હવે  ટેક્નોલોજી નિષ્ફળ જઈ રહી હોવાની ઘટના સામે આવી રહી છે. ટેકનોલોજીના ઉપયોગથી ચાલતી કોઈપણ સર્વિસને હવે હેકર્સ હેક કરીને તેને પોતાની મરજી મુજબ ઓપરેટ કરી શકે છે. આવી જ એક ઘટના  અમેરિકાના મિશિગનનીમાં સામે આવી  છે.

જ્યાં હેકર્સે એક હાઈવે પર લાગેલું ડિજિટલ બિલબોર્ડ એટલે કે જાહેરાત માટેનું ડિજિટલ હોર્ડિંગ હેક કરીને તેના પર 20 મિનિટ સુધી પોર્ન વીડિયો ચલાવ્યો હતો. કેટલાક દિવસો પહેલાની ઘટનામાં હેકર્સે ડિટિજલ હોર્ડિંગના કંટ્રોલ રુમને જ હેક કરી લીધો હતો.

પોલીસના જણાવ્યા મુજબ હેકર્સ એ બિલ્ડિંગમાં ઘુસવામાં સફળ રહ્યા હતા જ્યાંથી આ હોર્ડિંગ પર પ્લે થતા કન્ટેન્ટને કંટ્રોલ કરવામાં આવતું હતું. હેકર્સે ખૂબ જ ચાલાકીથી બિલ્ડિંગમાં રહેલા તે કોમ્પ્યુટર્સને હેક કરીને હોર્ડિંગ પર પોર્ન વીડિયો ચલાવી દીધો હતો. આ વીડિયો રાતના 11 વાગ્યાની આસપાસ પ્લે કરવામાં આવ્યો હતો. 20 મિનિટ સુધી આ પોર્ન ક્લિપ ચાલ્યા બાદ હોર્ડિંગ ઓપરેટ કરતી કંપની ટ્રિપલ કોમ્યુનિકેશને તેને દૂર કર્યો હતો.

આ દરમિયાન હાઈવે પરથી પસાર થતા ડ્રાઇવર્સે પોર્ન ક્લિપને જોઈ અને આ ઘટનાનો વીડિયો ટ્વિટ કરીને શેર કર્યો. જોકે રાહતની વાત એ રહી કે પોર્ન ક્લિપ જોતા સમયે કોઈની કારનું એક્સિડેન્ટ થયું નહોતું.