યુથ મંચ-મિ.રિપોર્ટર, ૧૫મી માર્ચ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ પૂર્ણતાના આરે છે, ત્યારે રાજ્યના મોટાભાગના વિદ્યાર્થીઓ અને તેમના વાલીને ધો.૧૨ના પરિણામ બાદ ઉચ્ચ અભ્યાસ માટે દેશમાંથી કે વિદેશમાંથી ડીગ્રી લેવી જોઈએ ? ક્યાં કોર્સ, કોલેજ-યુનિવર્સીટીની પસંદગી કરવી જોઈએ ? જેવા અનેક પ્રશ્નો કોરી ખાય છે. આ પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ અનેક ઇન્સ્ટીટયુટ ના ચક્કર કાપે છે, છતાં તેમને યોગ્ય માર્ગદર્શન મળતું નથી. આવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે મિ.રિપોર્ટર ન્યુઝ વેબ પોર્ટલ આગળ આવ્યું છે. મિ.રિપોર્ટર ન્યુઝ વેબ પોર્ટલ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે સચોટ માર્ગદર્શન મળી શકે તે માટે ” યુથ મંચ : હોશ ભી ઓર હોસલા ભી ” શ્રેણી શરુ કરી છે.
” યુથ મંચ : હોશ ભી ઓર હોસલા ભી ” શ્રેણી અંતર્ગત વિદ્યાર્થીઓ જ નહિ પણ તેમના વાલીઓ પણ તેમના સંતાનો માટે બેસ્ટ કોર્સ કયો, કઈ કોલેજ- સંસ્થા, યુનિવર્સીટી શ્રેષ્ઠ છે ? તેની સચોટ જાણકારી નિષ્ણાતો પાસેથી મેળવી શકે છે. એટલુજ નહિ પણ આ કોર્સ દેશની કે વિદેશની કઈ યુનિવર્સીટી-કોલેજમાંથી કરવો જોઈએ તેનું પણ વિવિધ સંસ્થાના વર્ષો અનુભવી કેરિયર ટ્રેનર અને નિષ્ણાતો પાસેથી ” યુથ મંચ : હોશ ભી ઓર હોસલા ભી ” શ્રેણી ના માધ્યમ દ્વારા સરળતાથી મેળવી શકશે. તો જુઓ આજનો એપિસોડ, જેમાં ધો.૧૨ પછી ઉચ્ચ અભ્યાસ માટે ક્યાં દેશમાંથી ડીગ્રી લેવી જોઈએ ? ક્યાં કોર્સ, કોલેજ-યુનિવર્સીટીની પસંદગી કરવી જોઈએ ? તેની વડોદરાની કાનન ઈન્ટરનેશનલ પ્રા.લિમીટેડના બેસ્ટ નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી છે. જુઓ વિડીયો…
જો આપને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઈક અને શેર કરો. તમે તમારાં મોબાઇલના પ્લેસ્ટોરમાંથી Mr.reporter News ની એપ ડાઉનલોડ કરો & ઝડપથી સમાચાર મેળવો. એપ્સ Mr.reporter News ની લીંક મેળવવા માટે WhatsApp કરો : 9978099786