કઈ જગ્યાએ કાળીચૌદશે વામપૂજા થાય છે, માતાજીને ચઢે છે 20 ટન લીંબુ ? જાણો…

મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી નવેમ્બર. 

માંડવી વિસ્તારમાં આવેલા વિઠ્ઠલમંદિરની પાછળ આવેલા મહાકાળી મંદિરમાં વર્ષમાં એક વખત કાળી ચૌદશના દિવસે વામપૂજા કરવામાં આવે છે. તંત્ર શાસ્ત્ર પ્રમાણે કરાતી વામપૂજામાં માતાજીને લીંબુનો હાર, રાશિ પ્રમાણેનું ફળ અને ભેટ ચઢાવવામાં આવે છે.

વડોદરાના મહાકાળી મંદિરમાં કાળીચૌદશે વામપૂજા થાય છે.  આ અંગે હેમંત જાનીએ વધુમાં જણાવ્યું કે, તંત્ર-મંત્ર પૂજામાં માતાજીને મુંડ (માણસનું માથું) અર્પણ કરવાની વિધિ છે. પરંતુ મુંડ ચઢાવવું શક્ય નથી. જેથી તંત્ર શાસ્ત્રમાં લીંબુને મુંડની જગ્યા પર ઉપયોગમાં લઈ શકાય તેવો ઉલ્લેખ છે. મહાકાળી માતાજીના મંદિરમાં માત્ર કાળી ચૌદશના રોજ વામપૂજા કરાય છે. વામપૂજા તંત્ર શાસ્ત્ર પ્રમાણે થતી હોવાથી તેનું ફળ ઝડપથી મળતું હોય છે. મહાકાળીની મૂર્તિમાં સમાયેલ શક્તિની પૂજા તંત્ર-મંત્ર પ્રમાણે કરવાથી ભક્તોનાં કામ ફટાફટ પૂર્ણ થાય છે.જ્યારે સામાન્ય દિવસમાં માતાજીની દક્ષિણી પૂજા કરાય છે.જ્યારે દર વર્ષે મનોકામના પૂરી કરવા ભક્તો દ્વારા માતાજીને 20 ટન લીંબુ ચઢાવવામાં આવતાં હોવાનું મંદિરના પૂજારી હેમંત જાનીએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાલિકા માતાજી ત્રિગુણાત્મિકા દેવી કહેવાય છે. 1520માં મહંમદ બેગડાએ વડોદરા જીત્યું હતું. વડોદરાનું શાસન મહોમંદ બેગડાએ પોતાના સાળા બાબીને આપ્યું હતું. બાબી ક્રૂર હોવાથી તે પ્રજા પર ત્રાસ વર્તાવતો હતો. જેથી વડોદરાના શેઠ હરિભક્તિ, નવલખા શેઠ અને શામળ બેચર શેઠ સહિત અનેક વેપારીઓએ નવસારી જઈ ગાયકવાડી રાજા પિલાજી રાવ અને દામાજી રાવ નામના ભાઈઓને બાબીનું શાસન પૂરું કરવા વિનંતી કરી હતી. બંને ભાઈઓએ વડોદરાના લહેરીપુરા ગેટ પાસે બાબી સાથે યુદ્ધ કરી તેને મારી નાંખ્યો હતો. ત્યારથી વડોદરામાં ગાયકવાડનું રાજ છે.

Leave a Reply