ગુજરાતના ક્યાં સમાજે TikTok પર પ્રતિબંધ મૂક્યો, વડીલોની દલીલ- TikTok ના લીધે છોકરીઓની સગાઈ તૂટે છે…વાંચો..

Spread the love

રાજનીતિ- મિ.રિપોર્ટર, ૩જી માર્ચ

દેશના યુવાનો જ નહિ પણ હવે વૃદ્ધોને પણ સોશિયલ મીડિયા વાપરવાનો ક્રેઝ વધ્યો છે. એમાય યુવક અને યુવતીઓને તો TikTok માં વિડીયો બનાવીને  સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનો ક્રેઝ હદ વટાવી રહ્યો છે.  આ બાબત થી ચિંતિત  ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા TikTok પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બનાસકાંઠાના લાખણી તાલુકાના ઠાકોર સમાજે દ્વારા યુવક અને યુવતીઓને TikTok નહીં વાપરવા માટે સૂચિત કરવામાં આવ્યા છે.

TikTokના અતિશય ક્રેઝના  કારણે  યુવા પેઢી બગડતી હોવાનો સમાજના આગેવાનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સમાજના દીકરા અને દીકરીઓ સમયનો બગાડ નહીં કરે અને અભ્યાસ કરે તે માટે TikTok પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ઠાકોર સમાજના આગેવાનોનું કહેવું છે. આ કાયદાનું પાલન થાય તે માટે ઠાકોર સમાજના 25 લોકોની એક ટીમ બનાવમાં આવી છે.

ઠાકોર સમાજના આગેવાનીની સાથે ઠાકોર સેના પણ આ અભિયાનમાં જોડાશે. આગામી સમયમાં આ નિર્ણયનું પાલન રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ થાય તે માટે ઠાકોર સમાજના આગેવાનો અન્ય તાલુકા અને જિલ્લાના આગેવાનોને પણ સમજાવશે. ઠાકોર સમાજનાં આગેવાનોના આ નિર્ણયને સમાજની યુવતીઓ પણ સ્વીકાર્યો છે.

ઠાકોર સમાજના આગેવાનોએ કહ્યું હતું કે, TikTok એક સારું માધ્યમ છે તેનાથી ઘણું સારું થઈ શકે છે. પણ જે મિત્રો ઠાકોર સમાજની બેન દીકારીઓ જતી હોય અને વીડિયો ઉતારીને અપલોડ કરી દે છે. તેવા યુવકો સામે કડક પગલા લેવાશો તે લેશું અથવા તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે ઠાકોર સમાજની એક ટીમ બનાવામાં આવી છે. TikTokના કારણે બેન દીકરીઓને સગાઇ તૂટે છે અને ઘણા ઈશ્યુ બને છે એટલે તમામ લોકોએ સાથે મળીને આ નિર્ણય કર્યો છે.