સોસાયટીના રહીશો દ્વારા મતદારોનું ભવ્ય સ્વાગત કરાયું

વડોદરા- મિ.રિપોર્ટર, ૨૩મી એપ્રિલ

શહેરના ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર આવેલી સાંઇદીપ સોસાયટીમાં રહેતા 25 જેટલા યુવાનો અને યુવતીઓએ આજે પ્રથમ વખત મતદાન કર્યું હતું. યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સોસાયટીના રહીશો દ્વારા મતદારોને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અને મતદારોને વાજતે-ગાજતે મતદાન મથક સુધી લઇ ગયા હતા.

પ્રથમ વખત મતદાન કરનાર શાલિનીએ જણાવ્યું કે, પ્રથમ વખત મતદાન કરવા માટે હું ભારે ઉત્સાહી હતી. હું આજના દિવસની રાહ જોતી હતી. આજે મતદાન કરવાની ઇચ્છા પૂરી થઇ છે. તમે કેવી સરકાર ઇચ્છો છો? તેવા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, દેશમાં બેરોજગારીનો પ્રશ્ન હલ કરે અને મોંઘવારી ઓછી કરે તેવી સરકાર ઇચ્છું છું….જુઓ…વિડીયો…

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: