મિ. રિપોર્ટર, ૨૭મી ડીસેમ્બર.
રાજ્યમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી કરવા અને ન્યૂ યર ના આગમનને વધાવવા માટે દારૂના શોખીનોની ડિમાન્ડને પહોંચી વળવા માટે બુટલેગરો નવી નવી યુક્તિ શોધી રહ્યા છે. જેમાં બુટલેગરો હવે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણથી દારુ સુરત પહોંચાડવા અને દારુની હેરફેર માટે એમ્બુલન્સનો ઉપયોગ કરી રહ્યા હતા.
આ અંગે વલસાડ એસપી સુનિલ જોશીએ જણાવ્યું કે પોલીસથી બચવા માટે બુટલેગરો નવી નવી યુક્તિ અજમાવી રહ્યા છે. આ પહેલા અમે દુધ અને કેમિકલના ટેન્કરમાં પણ દારુની હેરાફેરી કરતા લોકોને ઝડપી પાડ્યા હતા.
વલસાડ પોલીસે ત્રણ દિવસ પહેલા જ રૂપિયા 40 હજારની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ (IMFL)એમ્બુલન્સમાંથી વાપી પાસે પકડી પાડ્યો હતો. જેમાં અંકલેશ્વરના બે આરોપની ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તેઓ ન્યૂ યર પહેલા દારુ પહોંચાડવા માટે દમણથી આવી રહ્યા હતા. ગુજરાતમાં એન્ટર થતાં જ પોલીસે થોડી જ મિનિટોમાં તેમને ઝડપી લીધા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા વલસાડ નજીક નેશનલ હાઈવે 48 પર ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટ લઈ જતી ટ્ર્કમાંથી 3576 બોટલ IMFL 5.73 લાખનો દારુ ટેક્સટાઈલ વેસ્ટની નીચેથી મળી આવ્યો હતો. એજ રીતે વલસાડ નજીક દરિયા કાંઠા વિસ્તારમાં પોલીસે દરિયાર માર્ગે દારુની હેરાફેરી કરતી એક બોટને પણ સીઝ કરી હતી. પ