નેતાઓ ને નિયમો ક્યાં નડે છે ? જનતા ને લગ્ન માટે 100ની પરમિશન, BJP ના પૂર્વ MLA કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં હજારોને આમંત્રણ

www.mrreporter.in
Spread the love

સુરત- તાપી, મી.રિપોર્ટર, 1લી ડિસેમ્બર. 

ગુજરાતમાં કોરોના મહામારીના આંકડા વધી રહ્યા છે, એમાંય દિવાળીના તહેવાર બાદ તો કોરોના કેસમાં તેજી આવી છે. કોરોનના વધી રહેલા સંક્રમણ ને કેન્દ્રમાં રાખીને  સરકારે  લગ્નમાં પણ માત્ર ગણતરીના લોકો હાજર રહી શકે એવા નિયમો બનાવ્યા છે. જોકે સામાન્ય લોકોને લાગુ પડતા ગાઈડ લાઈન્સના નિયમો નેતાઓને લાગુ ન પડતાં હોય તેવી એક ઘટના સામે આવી છે.

વાત એમ છે કે,  ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઈ પ્રસંગમાં એકઠા થયેલા લોકો સમૂહમાં ગરબા કરતાં જોવા મળે છે. સોશિયલ ડિસ્ટન્સ અને ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

હજારો લોકોએ ગરબા કરી લાપરવાહી દર્શાવી

ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતિમંત્રી કાંતિ ગામીતની પૌત્રીના સગાઈ પ્રસંગમાં લોકોનો જમાવડો થયો હોવાનો વિડિયો સામે આવ્યો છે. સોનગઢના ડોસવાડા ગામમાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે નાચતા દેખાય છે. રાત્રિના સમયે સ્ટેજ પરથી ડીજે અને લાઈટના અજવાળામાં જાણે પાર્ટી પ્લોટમાં નવરાત્રિમાં લોકો ગરબા રમતા હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં છે, જે અત્યારના કોરોનાકાળમાં ખૂબ જ ઘાતક કહી શકાય છે.

તંત્ર સામે સવાલો ઊઠ્યા

 સામાન્ય લોકોને જ્યારે લગ્ન પ્રસંગોમાં કોરોનાના નિયમોના ભંગ બદલ દંડ કરાય છે ત્યારે માજી મંત્રી કાંતિ ગામીતના ઘરે સગાઈ પ્રસંગમાં લોકોના જમાવડાને તંત્રએ કેમ લાપરવાહી દર્શાવી, એવા સવાલો સામાન્ય લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. શું નેતાઓ ને કોઈ નિયમો લાગુ પડતા નથી, બધા નિયમો સામાન્ય જનતાને લાગુ પડે છે ? 

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.