હેલ્થ-મિ.રિપોર્ટર, ૧૯મી ફેબ્રુઆરી.
દેશમાં ઘણી સ્ત્રીઓમાં સેક્સ પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે. તેની પાછળ આજકાલની લાઇફસ્ટાઇલ મુખ્યત્વે કારણ છે. આ ઉપરાંત જંકફૂડથી લઈને, નોકરી અને સ્ટ્રેસફુલ લાઇફ સહિતના કારણ પણ સીધેસીધા જવાબદાર છે. સેકસોલોજિસ્ટના માટે સ્ત્રીઓમાં સેક્સ પ્રત્યેની ઉદાસીનતા પાછળ નીચે મુજબના કારણો જવાબદાર છે
(૧) આંતરિક સંબંધોની કડવાશના લીધે પણ સ્ત્રીઓમાં સેક્સ પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે.
(૨) પાર્ટનરની સેક્સ સમસ્યા, ભાવનાત્મક સંતુષ્ટિનો અભાવ તેમજ બાળકના જન્મ જેવા કારણો પણ જવાબદાર હોય છે.
(૩) નોકરીનો તણાવ, પાર્ટનરનું દબાણ અને સેક્સ્યુલિટી માટે જુદા જુદા મીડિયા દ્વારા છાપી મારવામાં આવેલી એક ઇમેજ પણ જવાબદાર છે.
(૪) જંક ફૂડ અને અનહેલ્ધી ફૂડ લાઇફ સ્ટાઇલના કારણે ટેસ્ટોરોનનું સ્તર ઘટવાથી પણ સ્ત્રીમાં સેક્સ પ્રત્યે અરૂચિ ઉભી થઈ શકે છે.
(૫) કોઈપણ સ્ત્રીમાં ટેસ્ટોરોનનું સ્તર 20 વર્ષની વયે ચરમસીમા પર હોય છે. જોકે આ સ્તર વધતી ઉંમર સાથે ઘટતું જાય છે. મેનોપોઝ સુધી આ ઇચ્છા બહુ ઓછી રહી જાય છે.
(૬) સ્ત્રીઓમાં વધતી વય સાથે એન્ડ્રોજનનું સ્તર ઘટવા લાગે છે જેના કારણે સેક્સની ઇચ્છા પણ ઘટતી જાય છે.
(7) ડિપ્રેશન, ફાઇબ્રોઇડ તેમજ થાઇરોઇડ જેવી બીમારીઓમાં પણ સેક્સની ક્ષમતા શારીરિક અને માનસિક રીતે ઘટવા લાગે છે.