મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી ડિસેમ્બર
દરેક યુવક અને યુવતી પોતાનો ભાવી પાર્ટનર કેવો હશે ? તેનો સ્વભાવ કેવો હશે તે વાત જાણવા માટે તેઓ ભારે ઉત્સુક હોય છે. તેમના ભાવી પાર્ટનર તેમને ખુશ રાખી શકશે કે કેમ? તો અમે તમને જણાવીશું કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યા નામની મહિલાઓ પોતાના પતિને રાખી શકે છે ખુશ ?
A નામ વાળી યુવતીઓ
આ નામ વાળી યુવતીઓ ખુબજ હિમ્મતવાળી હોય છે. સુંદર અને બુદ્ધિશાળી હોય છે. આવી યુવતીઓ ફક્ત પોતાના પતિને જ નહી તેના સમગ્ર પરિવારને ખુશ રાખે છે. આ નામની યુવતીઓ મૃદુભાષી હોય છે. પોતાના પાર્ટનરને સ્વર્ગનો અનુભવ કરાવે છે.
D નામ વાળી યુવતીઓ
આ નામ વાળી મહિલાઓ પોતાના પતિને ખૂબજ પ્રેમ કરે છે. તેના માટે દુનિયામાં સૌથી વધુ અને તેના પતિ પ્રત્યેનો પ્રેમ હોય છે. જો કે આ નામની યુવતીઓ થોડા આઝાદ વિચારો ધરાવનારી હોય છે. દરેક વાત સહજતાથી સ્વીકારી નથી શકતી. D નામ વાળી યુવતીઓ પોતાના પતિનો વિશ્વાસ ક્યારેય તોડતી નથી.
N નામ વાળી યુવતીઓ
આ નામ વાળી મહિલાઓ શાંત અને સરળ સ્વભાવની હોય છે. તે બીજાઓની ઈજ્જત કરવાનું જાણે છે. ક્યારેય કોઈનું દિલ નથી દુભાવતી. પોતાના પાર્ટનરને હંમેશા ખુશ રાખે છે.
P નામ વાળી યુવતીઓ
P નામ વાળી યુવતીઓ દિલની સાફ હોય છે. તે બીજાઓને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. પોતાના પાર્ટનરને ખૂબજ પ્રેમ કરે છે. પોતાના પાર્ટનરથી ક્યારેય કોઈ વાત છુપાવતી નથી. પરિવારની ઈજ્જત કરે છે સન્માન જાળવી રાખે છે.
R નામ વાળી યુવતીઓ
આ નામ વાળી યુવતીઓ રોમેન્ટીક સ્વભાવ ધરાવે છે. પોતાના પતિને ખુબજ ખુશ રાખે છે. તેમની વાતચીત કરવાની કળા ખુબજ આકર્ષક હોય છે. પોતાના ઇરાદામાં ખુબજ મક્કમ હોય છે.