કોરોનામાં ટ્યૂશન ક્લાસ બંધ થતાં શિક્ષકે પાણીપૂરીની લારી શરુ કરી, વિદ્યાર્થીને પણ નોકરીએ રાખ્યો..

www.mrreporter.in
Spread the love

એજયુકેશન – મી.રિપોર્ટર , 30મી ડિસેમ્બર.

કોરોના ના લીધે હજુ રાજ્યમાં સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસ બંધ છે. જેને લીધે શિક્ષકોની આવક બંધ થઇ ગઈ છે. આવક બંધ થવાથી લીધેલી લોન ના હપ્તા ચૂકવા માટે પણ ઘણી જ તકલીફોમાં મુકાઈ રહ્યા છે. આવી મુશ્કેલી અને વિકટ સમયનો સામનો કરનાર રાજકોટના એક ટ્યૂશન-સંચાલકે પાણીપૂરીની લારી શરૂ કરી છે. પાણીપૂરીની લારી દ્વારા હાલમાં રોજના રૂપિયા 500 કમાઈ રહ્યા છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

શહેરના કુવાડવા રોડ પરના ટ્યૂશન-સંચાલક અને કોચિંગ ક્લાસીસ એસોસિયેશનના સભ્ય જય કારિયાએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના હિત માટે સરકારની ગાઈડલાઈન્સ મુજબ, કોઈ વિદ્યાર્થી અભ્યાસ માટે આવતો નથી. M.com. બાદ છેલ્લાં પાંચ વર્ષથી કોચિંગ ક્લાસિસ ચલાવું છું. 2019માં ક્લાસ શરૂ કર્યા હતા. બે હાથ જોડીને સરકારને વિનંતી છે કે કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવે. ઓનલાઈનમાં વિદ્યાર્થીઓને કંઈ સમજાતું નથી. મારા સાથી શિક્ષકમિત્રોને સોશિયલ મીડિયા દ્વારા જાણ કરી તો એ લોકોએ પણ કહ્યું, તમારે જરૂર હોય તો કહેજો, અમે ફ્રી જ છીએ. મારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાણીપૂરી ખાવા આવે છે.

ટ્યૂશન-સંચાલકે  પાણીપૂરીનો વ્યવસાય શરૂ કરવાની સાથે પોતાના જ વિદ્યાર્થીને પણ મદદ કરી. તેને પણ આત્મનિર્ભર બનાવી એક આવક શરૂ કરાવી. ધો.10ની પરીક્ષા આપી ચૂકેલા મોહિન ચૌહાણને કામ આપી એક આર્થિક મદદ કરી. મોહિને જણાવ્યું હતું કે પિતા મજૂરીકામ કરે છે. આવા સમયમાં ઘર ચલાવવું અને પરિવારને મદદરૂપ થવા આગળ અભ્યાસ કરવો નથી. સર જોડે જ ધંધો કરી કમાણી કરવી છે. હાલ દર મહિને મને 4 હજારનો પગાર મળી રહ્યો છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.