મીટના વેપારી સાથે થી જે સમયે લાંચ લેવાની વાત છે, ત્યારે હું લંડનમાં હતો : CVC સામે રાકેશ અસ્થાનાનો ખુલાસો

Spread the love

નવી દિલ્હી, ૧૦મી નવેમ્બર. 

સીબીઆઈના બે ડિરેક્ટર સામે લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC) દ્વારા તપાસ થઇ રહી છે, જેમાં આજે CVC સમક્ષ ઉપસ્થિત થયેલાં સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ પોતાના પર લાગેલા આક્ષેપને ફગાવી દીધા હતા. 

પોતાની સામે  રૂ. 3 કરોડની લાંચ લેવાના આક્ષેપ સામે CVC ની રાકેશ અસ્થાનાએ જણાવ્યું છે કે, વચેટીયાઓએ જ્યારે લાંચ આપી હોવાનો સમય જણાવ્યો છે તે સમયે તે લંડનમાં હતા. જે સમયમાં લાંચ લેવા વચેટીયાઓનો સંપર્ક કર્યો હોવાની અને લેણ-દેણની વાત છે તે સમયે તેઓ લંડનમાં હતા. સતીશ સાના તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, બે ડિસેમ્બર લાંચ આપવા વિશે વાત-ચીત કરવામાં આવી હતી અને 13 ડિસેમ્બર 2017ના રોજ લાંચ આપવામાં આવી હતી. આ વિશે રાકેશ અસ્થાનાએ વધુમાં જણાવ્યું હતું કે, આ દરમિયાન તેઓ ફરાર વિજય માલ્યા કેસની સુનાવણીના કેસમાં લંડનમાં હતો. ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે પણ આ વાતનો ખુલાસો થયો છે કે રાકેશ અસ્થાનાએ 3 ડિસેમ્બરે દિલ્હી છોડી દીધું હતું અને તેઓ 12 ડિસેમ્બર સુધી લંડનમાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદના વેપારી સતીશ સાનાની ફરિયાદના આધારે સીબીઆઈના રાકેશ અસ્થાના સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અસ્થાના સામે સતીશ સાના પાસેથી રૂ. 3 કરોડની લાંચ લેવાનો આરોપ છે. આ રકમ બે વચેટીયાઓ મનોજ પ્રસાદ અને સોમેશ પ્રસાદ દ્વારા આપવામાં આવી હતી. આ લાંચ મીટના વેપારી મોઈન કુરેશની તપાસ નબળી કરવા માટે આપવામાં આવી હતી. 

રાકેશ અસ્થાનાએ લગાવેલા આરોપોને આલોક વર્માએ CVC સમક્ષ નકાર્યા

 

CVC  કેવી ચૌધરીની અધ્યક્ષતા વાળી સમિતિ સમક્ષ શુક્રવારે હાજર થયેલાં સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા  સીબીઆઈ સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોને નકાર્યા હતા. તેમણે જણાવ્યું કે, વર્મા શુક્રવારે સવારે સીવીસીની ઓફિસ પહોંચ્યા હતા અને અંદાજે એક કલાક સુધી રોકાયા હતા. તેમણે સીવીસી ઓફિસ બહાર રાહ જોતા પત્રકારો સાથે વાત નહતી કરી. સુપ્રીમ કોર્ટે 26 ઓક્ટોબરે સીવીસી સમિતિને કહ્યું છે કે, તેઓ અસ્થાના તરફથી વર્મા પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ બે સપ્તાહમાં પુરી કરે. આ સમય મર્યાદા આગામી રવિવારે પુરી થઈ રહી છે અને સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસ વિશે સુનાવણી કરવામાં આવશે. વર્મા અને અસ્થાનાને કેન્દ્ર સરકારે રજા પર મોકલી દીધા છે.