વોટ્સએપ : ફેક ન્યૂઝને રોકવા માટે ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવ્યું નવું ફીચર્સ, જાણો કેવું છે ? અન્ય ફીચર્સ શું છે ?

ટેકનોલોજી-મિ.રિપોર્ટર, ૨૪મી જુન. 

સોશિયલ મેસેજિંગ એપ્લીકેશન વોટ્સએપ વિશ્વમાં ૧૨૦ કરોડ કરતા વધારે યૂઝર્સ સાથે  દુનિયાની સૌથી પસંદગીની મેસેજિંગ એપ બની ગઈ છે. વોટ્સએપ પોતાના યૂઝર્સને ધ્યાનમાં રાખીને નવા-નવા અપડેટ ઉમેર્યા કરે છે. હવે પુન : વોટ્સએપ કેટલીક અગત્યની  અપડેટ લઈને આવ્યું છે. આજે અમે આપને તે અપડેટ અંગે માહિતી આપીશું. 

વોટ્સએપ ગ્રૂપ કૉલ

વોટ્સએપે ગ્રૂપ ચેટ્સ માટે  હવે  ગ્રૂપ કૉલ બટન ઈન્ટ્રોડ્યૂસ કર્યું છે. જેમાં ફોનના રિસીવરવાળા આઈકોનને ટેપ કરીને કોન્ટેક્ટ્સને સિલેક્ટ કરવા પડશે.

ગ્રૂપ ઈન્વિટેશન

આ ખુબ જ અગત્યનું ફીચર છે. જેમાં યુઝર્સ નક્કી કરશે કે તેને ગ્રૂપમાં કોણ એડ કરી શકશે. હાલમાં મોટાભાગના યુઝર્સ અજાણ્યા ગ્રૂપમાં એડ કરવામાં આવતા તેઓ પરેશાન જોવા મળે છે. હવે યૂઝર્સ પ્રાઈવસી સેટિંગમાં જઈને એવો વિકલ્પ પસંદ કરી શકશે. 

વોઈસ મેસેજ

યૂઝર્સને એક-એક વોઈસ મેસેજિસને પ્લે કરવાની સમસ્યામાંથી છુટકારો મળે છે. હવે ચેટમાં આવેલા તમામ વોઈસ મેસેજ ઓટોમેટિકલી એક પછી એક પ્લે થશે. 

સેવ પ્રોફાઈલ પિક્ચર

હાલમાં વોટ્સએપના પ્રોફાઈલ પિક્ચરને કોપી કરવા, ફોનની ગેલેરીમાં સેવ કરવા અથવા શેર કરવા પર પ્રતિબંધ છે. વોટ્સએપની આ અપડેટ હાલ માત્ર બીટા યૂઝર્સને મળી રહી છે. પરંતુ, ગ્રૂપ્સ માટે વોટ્સએપનું આ ફીચર હાલ પણ ઉપલબ્ધ છે અને ગ્રૂપ આઈકોનને સેવ અથવા શેર કરી શકાય છે.

ફોર્વર્ડિંગ ઈન્ફો એન્ડ ફ્રીક્વેન્ટલી ફોરવર્ડ

વોટ્સએપના આ નવા ફીચરને ફેક ન્યૂઝને રોકવા માટે ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવ્યું છે. જો કોઈ મેસેજને વારંવાર ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે તો તેના પર ફ્રીક્વેન્ટલી ફોરવર્ડનું લેબલ લાગી જશે.  આ ફીચરથી યૂઝર્સ તેવું જાણી શકે છે કે મેસેજ કેટલી વખત ફોરવર્ડ કરવામાં આવ્યો છે.

Leave a Reply