વિદ્યાર્થીઓએ વેબકુફ ન બનવું જોઈએ : બિનજરૂરી ઓનલાઈન રહીને પોતાનો સમય જ નહિ પણ કારકિર્દી પણ  બગડે છે : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર પંકજ ઔધિયા

મિ. રિપોર્ટર, ૨૨મી ડિસેમ્બર. 

WHATS APP એટલે કચરા પેટી, વિદ્યાર્થીઓએ સોશીયલ મીડિયાથી દુર રહેવું જોઈએ. તેની પાછળ સમય ન વેડફવો જોઈએ. કારકિર્દી ઘડતરના પાંચ વર્ષ સ્માર્ટ મોબાઇલ ફોન થી દુર રહીને માત્ર સાદો જ ફોન વાપરવો જોઈએ. વાલીઓએ પણ બાળકોને સાદો જ ફોન આપવો જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ સવારે પાંચ વાગે ઉઠીને એક કલાકનું વાંચન કરવું જોઈએ. સવારમાં એક કલાકના કરેલા વાંચન દ્વારા તેઓ સાંજના ચાર કલાકના વાંચનની ગરજ પૂરી કરે છે.  કારકિર્દી ઘડતર સિવાયની કોઈપણ ચીજવસ્તુઓમાં સમય બગાડવો જોઈએ નહિ એમ પૂ. શ્રી જ્ઞાનવત્સલ સ્વામીએ પોતાના મોટીવેશનલ વક્તવ્યમાં વિદ્યાર્થી અને વાલીઓને બરોડા એકેડેમિક એસોસિએશનને ” એજ્યુકેશન કાર્નિવલ ૨૦૧૮” ના એક કાર્યક્રમ જણાવ્યું હતું. 

વિદ્યાર્થીઓએ વેબકુફ ન બનવું જોઈએ. જે રીતે લોકો બેવકૂફ બને છે, તે રીતે આજે મોટાભાગના બાળકો અને યુથ બિનજરૂરી ઓનલાઈન રહીને પોતાનો સમય જ નહિ પણ કારકિર્દી પણ બગાડે છે એમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર પંકજ ઔધિયાએ બરોડા એકેડેમિક એસોસિએશન  દ્વારા આયોજિત ” એજ્યુકેશન કાર્નિવલ ૨૦૧૮” માં વિદ્યાર્થી અને વાલીઓને કારકિર્દીની ઘડતરનું માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું. બંને મહાનુભાવોનું વક્તવ્ય સાંભળવા માટે વિડીયો જુઓ…..

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: