ઉત્તરાયણના દિવસે પવનની ગતિ શું હશે ? જાણો હવામાન વિભાગની આગાહી શું કહે છે ?

www.mrreporter.in
Spread the love

અમદાવાદ- મી.રીપોર્ટર, ૧૩મી જાન્યુઆરી.

14મી ના રોજ ઉત્તરાયણની ઉજવણી કરવા પતંગરસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે દરેક તહેવારોની ઉજવણીમાં વિઘ્ન આવ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે પવનની ગતિને લઈ આગાહી કરી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આવતીકાલે પવનની ગતિ સામાન્ય રહશે. પ્રતિ કલાકે વધુમાં વધુ પ્રતિકલાકે 15 કિલોમીટરની રહી શકે છે. જ્યારે ઉતરપૂર્વના પવન ફૂંકાશે. એક તરફ હવામાન વિભાગની આગાહી અને બીજી તરફ સરકારની ગાઈડ લાઈન વચ્ચે પતંગ ચગાવવાને લઈને પણ પતંગ રસિયાઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. 

કોવીડ અને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ માં સરકારી પ્રતિબંધ અને ગાઇડલાઇન શું છે ?

– જાહેર રસ્તા, મેદાન કે અન્ય જાહેર સ્થળો પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ

– નજીકના પરિવારજનો સાથે જ પતંગ ઉડાડવી, કોઇને આંમત્રણ આપવું નહીં

– માસ્ક, સોશિયલ ડિસ્ન્સિંગ અને સેનેટાઇઝર સાથે અગાશી પર પતંગ ઉડાડવી

– ફ્લેટ કે સોસાયટીના રહેવાસી સિવાયની કોઇ વ્યક્તિને અગાશી પર પ્રવેશ નહીં

– અગાશી કે સોસાયટીના ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થવાં જોઇએ

– મ્યુઝિક સિસ્ટમ અને ડી.જે. પર પ્રતિબંધ

– ૬૫ વર્ષથી વધુની વયની વ્યક્તિ, કો-મોર્બિડ વ્યક્તિ, ગર્ભવતી સ્ત્રીઓ અને ૧૦ વર્ષની નીચેના બાળકો ઘરમાં જ રહે તે હિતાવહ

– લોકોની લાગણી દુભાય તેવા લખાણ કે ચિત્રોવાળી પતંગ પર પ્રતિબંધ

– ચાઇનીઝ તુક્કલ, કાચના માંજા, પ્લાસ્ટિક માંજા પર પ્રતિબંધ

– પતંગ બજારમાં જતી વખતે કોવિડ ગાઇડલાઇનનું પાલન

– કોવિડ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારે જારી કરેલી વિવિધ ગાઇડલાઇનનું પાલન

– અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કરફ્યૂનો કડક અમલ

– ડ્રોન અને સી.સી.ટી.વી. સહિતની ટેકનોલોજી તેમજ વધારાના પોલીસ બંદોબસ્ત દ્વારા સર્વેલન્સ

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.