ધન રાશિ માં થનારૂ ચંદ્ર ગ્રહણ ની દેશ દુનિયા પર થશે અસર, તમારી રાશિમાં શું અસર થશે ?

જ્યોતિષ વિજ્ઞાન, મી.રિપોર્ટર, 15મી જુલાઈ

16મી ને મંગળવાર ને ઉત્તરાષાઢા નક્ષત્ર વૈધૃતિ યોગ અને ધન રાશિ માં થનારૂ ચંદ્ર ગ્રહણ ની દેશ દુનિયા પર અસરો થશે. રાત્રે 1:30 થી ચંદ્ર ગ્રહણ નો સ્પર્શ થશે અને વહેલી સવારે 4:30 કલાકે ગ્રહણ નો મોક્ષ થશે એટલે ગ્રહણ પુર્ણ થશે.

16મી ને રાત્રે 1:30 વાગ્યાથી એટલેકે તારીખ 17ના રોજ વહેલી પરોઢે શરૂ થતું ચંદ્ર ગ્રહણ ભારત માં દેખાશે અને ગ્રહણ ને લગતા નિયમો પાળવા લાભકારી રહેશે.

સવારે 4:30 વાગે ગ્રહણ પુર્ણ થશે, ગ્રહણ નો વેધ કાળ એટલે કે સુતક કાળ તારીખ 16 જુલાઇ 2019 ના બપોરે 4 વાગ્યા થી શરૂ થશે એટલે કે બપોરે 4 વાગ્યા થી ગ્રહણ ને લગતા નિયમો પાળવા લાભકારી રહેશે.

ધન રાશિ માં શરૂ થતાં ચંદ્ર ગ્રહણ ની અસર દેશ દુનિયા માં જોવા મળશે ખાસકરીને કુદરતી આફતોનો જેવી કે અતિવૃષ્ટિ ની અસરો ભારત ના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં જોવા મળે તો દક્ષિણ ભાગ માં સામાન્ય અસરો જોવા મળી શકે છે.

વિશેષ કરી સોનામાં શેરબજાર માં પણ આ ગ્રહણ ની અસર જોવા મળે સોનાના ભાવ વધી શકે, તો શેરબજાર માં મોટાપાયે ઉતાર ચઢાવ જોવા મળે.

રાજકીય પરિસ્થિતિ પર પણ અસરો જોવા મળે. આ ક્ષેત્ર માં નાટકીય પરિવર્તન જોવા મળી શકે તેવા સંજોગો સર્જાશે.

ધન રાશિ માં થતાં આ ચંદ્ર ગ્રહણ ની અસર 12 રાશિ પર જોવા મળશે.

મેષ ,મિથુન,કર્ક,તુલા,કુંભ ,મીન રાશિ પર આ ગ્રહણ ની શુભ અસરો જોવા મળશે. જ્યારે વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર રાશિ પર આ ગ્રહણ ની મધ્યમ અથવા સામાન્ય વિપરીત અસરો જોવા મળશે.

ગ્રહણ ના અશુભ પ્રભાવ થી રાહત પ્રાપ્ત કરવાં દુધમા બનેલા ભાતમા ઘી અને ખાંડ નાખી ગ્રહણ પત્યા ના સુર્યોદય પછી ગાય ને ખવડાવવું લાભકારી સાબિત થશે.

ગ્રહણ દરમ્યાન પોતાના ઈષ્ટ નું સ્મરણ કરવું, જપ ધ્યાન ઈત્યાદી કરવા લાભકારી રહેશે.

– એસ્ટ્રો ગુરુ સત્યમ મહેન્દ્ર ભાઈ જોષી.

Leave a Reply