જીવનમાં અઢળક રૂપિયા મેળવવા માટે શું કરવું જોઈએ ? માં લક્ષ્મીને કેવી રીતે પ્રસન્ન કરવી ? 

www.mrreporter.in
Spread the love

એસ્ટ્રો ગુરુ- મી.રિપોર્ટર, 16મી  ફેબ્રુઆરી.

દરેકના જીવનમાં ધન અને દૌલતની જરૂરિયાત રહે છે.  એના વગર જીવન ને જીવવું મુશ્કેલ બની જાય છે. જીવનમાં ધન હોવું જરૂરી છે. ધન મેળવવા માટે શાસ્ત્રોક્તમાં માતા લક્ષ્મીની કૃપા- આશીર્વાદ જરૂરી છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા -પાઠ  અને મંત્ર કરવા આવશ્યક છે.

હિન્દુ શસ્ત્રોક્તમાં શુક્રવાર માતા લક્ષ્મીને સમર્પિત છે. મા લક્ષ્મીની પૂજા સૌકોઈ કરે છે કેમ કે તેમના વિના જીવનની નૈયા પાર ના થઈ શકે, જેમની પાસે માાં લક્ષ્મીનો આશીષ હોય છે, તેમના ધન-વૈભવમાં ક્યારેય પણ કમી નથી આવતી, લક્ષ્મીની પૂજા કરતા વ્યક્તિ હંમેશા ખુશ અને સુખી હોય છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

મા લક્ષ્મી ધનની દેવી કહેવાય છે પરંતુ તેઓ ભગવાન વિષ્ણુના પ્રિય પત્ની છે, જેઓ કમળના ફુલ પર વિરાજીત છે, મા લક્ષ્મીનું રૂપ ઘણું મનોરમ છે, તે ધન-વૈભવ અને સમૃદ્ધિની દેવી છે, લક્ષ્મીનો શાબ્દિક અર્થ જ સંપત્તિ છે, માટે જેમના પર માતાની કૃપા છે, તેમની પાસે સંપત્તિની ક્યારેય કમી નથી હોય શકતી, મા લક્ષ્મી ભૂદેવી અને શ્રી દેવીના અવતાર માનવામાં આવે છે.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ખાસ મંત્ર : 

ધન લાભ માટે મંત્રઃ ॐ धनाय नम:

ધન સુખ માટે મંત્રઃ ओम लक्ष्मी नम:

બગડેલાં કામ બનાવવા માટે મંત્રઃ ॐ ह्रीं ह्रीं श्री लक्ष्मी वासुदेवाय नम

પત્ની સુખ માટે મંત્રઃ लक्ष्मी नारायण नम:

સફળતા માટે મંત્રઃ ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:

દરેક સફળતા માટે મંત્રઃ अयिकलि कल्मष नाशिनि कामिनि, वैदिक रूपिणि वेदमये क्षीर समुद्भव मङ्गल रूपिणि, मन्त्रनिवासिनि मन्त्रनुते । मङ्गलदायिनि अम्बुजवासिनि, देवगणाश्रित पादयुते जय जयहे मधुसूदन कामिनि, धान्यलक्ष्मि परिपालय माम् ॥

માં  લક્ષ્મીને કેવી રીતે પ્રસન્ન કરવી ? 

મા લક્ષ્મીની પૂજા કરતા પહેલાં ઘરને સાફ સુથરું કરો.

 સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવાં જોઈએ. 

પૂજા સ્થળ પર સૌથી પહેલાં ચૌકી રાખો, તેના પર પીળું કે લાલ કપડું પાથરો. તે બાદ તેના પર મા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો રાખો.

મા લક્ષ્મીના 16 શ્રૃંગાર કરો અને સામર્થ્ય મુજબ તેને ચઢાવો ચડાવો.

મા લક્ષ્મી કમળના પુષ્પ પર વિરાજે છે માટે જો કમળનું ફુલ મળે તો તે માતાને ચઢાવો.

મા લક્ષ્મીને ભગવાન ગણેશ બહુ પ્રિય છે અને ગણેશને લાડુ માટે પ્રસાદના રૂપમાં લાડવા ચડાવવાથી મા લક્ષ્મીની કૃપાની સાથે  ગણેશજીના આશીષ પણ પ્રાપ્ત થશે.

ગુજરાતના  અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ. રિપોર્ટર પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.