નવા વર્ષમાં શાળાઓ શું ખુલશે, પરીક્ષાઓ લેવાશે ? શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે શું સ્પષ્ટતા કરી ?

www.mrreporter.in
Spread the love

એજ્યુકેશન- ગાંધીનગર, મી.રિપોર્ટર, 21મી ડિસેમ્બર 

ગુજરાત સરકાર જાન્યુઆરી મહિનાથી સ્કૂલો અને કોલેજો શરુ કરવાની જાહેરાત કરી શકે છે તેવા વહેતા થયેલા સમાચાર અને મેસેજ બાદ  શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હાલ ની સ્થિતિમાં જાન્યુઆરી મહિનાથી સ્કૂલ-કોલેજો ખોલવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. એટલું જ નહીં, ગત વર્ષની માફક ધોરણ 10 અને 12 સિવાયના વર્ગોમાં માસ પ્રમોશનનો પણ હાલ સરકારે કોઈ નિર્ણય લીધો નથી. કોરોનાની  સ્થિતિને અનુરૂપ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે, હાલ તેની ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ઉલ્લેખનીય છે કે, દિવાળી વેકેશન બાદ સ્કૂલો અને કોલેજો નિયંત્રણો સાથે શરુ કરવા માટે સરકારે પૂરી તૈયારી કરી લીધી હતી. જોકે, કોરોનાના કેસોમાં અચાનક વધારો થતાં સરકારને પોતાનો નિર્ણય પડતો મૂકવાની ફરજ પડી હતી. હાલ સરકાર કોઈ રિસ્ક લેવા ના માગતી હોવાથી રાજ્યમાં કોરોનાના કેસોમાં તાજેતરના દિવસોમાં જોવાયેલા ઘટાડા બાદ પણ સ્કૂલો અને કોલેજો શરુ કરવા અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

હાલ તો  જેમના બાળકોને આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાની છે તે વિદ્યાર્થીઓના માતાપિતા હાલ ટેન્શનમાં છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાતી હોય છે, અને ડિસેમ્બર સુધીમાં તો અભ્યાસક્રમ પૂરો કરી જાન્યુઆરીથી તેનું રિવિઝન પણ શરુ કરી દેવાતું હોય છે. જોકે, આ વર્ષે ધોરણ 10 અને 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની જાહેરાત તો સરકારે કરી જ દીધી છે, પરંતુ તેની સાથે પરીક્ષા પણ મે મહિનામાં લેવાય તેવી શક્યતા પ્રવર્તી રહી છે. જોકે, પરીક્ષાની તારીખ અંગે હજુ સુધી સરકારે કોઈ ચોખવટ નથી કરી.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.