તમારું બ્લડગ્રુપ ક્યુ છે ? ક્યાં બ્લડગ્રુપ મુજબ કોરોના સંક્રમણનું જોખમ ઓછું? સ્ટડીમાં ખુલાસો !

www.mrreporter.in
Spread the love

હેલ્થ-મી.રિપોર્ટર, 20મી ઓક્ટોબર. 

વિશ્વમાં છેલ્લા 8 મહિના થી કોવિડ મહામારી નો કહેર જારી છે. કોવિડ -19 માટે SARS-COV-2 વાઈરસ જવાબદાર છે. આ વાઈરસની જુદા-જુદા લોકો પર અસર પણ જુદી થાય છે. જેમકે કેટલાક લોકોમાં સામાન્ય અને મધ્યમ લક્ષણ જોવા મળે છે, તો કેટલાક પર કોરોનાની ગંભીર અસર થાય છે. એમાંય જો  કોઈ દર્દીને પહેલાથી જ કોઈ બીમારી હોય તો તેના પર કોરોનાની જીવલેણ  અસર જોવા મળે છે. આ બધું તાજેતરમાં જ થયેલા એક સ્ટડી માં બહાર આવ્યું છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સ્ટડીમાં એવું પણ બહાર આવ્યું છે કે,   કોરોના ઓછો કે વધુ અસર કરવા પાછળ બ્લડગ્રુપ પણ મહત્વનું પરિબળ છે. હકીકતે હાલમાં જ થયેલા બે સ્ટડીમાં સામે આવ્યું છે કે, અમુક બ્લડ ગ્રુપવાળા લોકોમાં આ વાઈરસ ઓછો સમય રહે છે અને ઓછી અસર કરે છે જ્યારે અન્યો પર વધુ અસર દેખાડે છે.

સંશોધકોને જાણવા મળ્યું કે, O/B બ્લડગ્રુપ ધરાવતા 61 ટકા દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડી નહોતી. જ્યારે તેમની સરખામણીમાં A/AB બ્લડગ્રુપના 84 ટકા દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડી હતી. તો આ તરફ A અને AB બ્લડગ્રુપના દર્દીઓને ડાયાલિસસની વધુ જરૂર પડી હતી. સ્ટડીના તારણમાં સંશોધકોએ કહ્યું, “A કે AB બ્લડગ્રુપના દર્દીઓમાં કોરોનાના કારણે ઓર્ગન ફેઈલ થવાનો ખતરો O કે B બ્લડ ટાઈપના દર્દીઓ કરતાં વધારે છે.”

સરળ ભાષામાં કહીએ તો, લાલ રક્તકણોની સપાટી પર રહેલા પ્રોટીન જેને A કે B એન્ટીજન કહેવાય છે, તેની હાજરી કે ગેરહાજરીના આધારે બ્લડ ટાઈપ નક્કી થાય છે. જેમનું બ્લડ ગ્રુપ O હોય તેમનામાં આ એન્ટીજન હોતા નથી. O સૌથી સામાન્ય બ્લડ ટાઈપ છે. લગભગ 48 ટકા અમેરિકનનોનું બ્લડગ્રુપ O છે, તેવો ઉલ્લેખ Oklahoma બ્લડ ઈન્સ્ટીટ્યૂટના રિપોર્ટમાં છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.