શું છે વેનિલા સેક્સ ? પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધનારા યુગલો માટે કેમ કહેવાય છે બેસ્ટ ? જાણો…..

મેડીકલ-મિ.રિપોર્ટર, ૧૩મી એપ્રિલ

આપણા સમાજમાં સેક્સ શબ્દ કે તેના વિશે બોલવું એટલે એક સમયે પાપ સમાન ગણાતું હતું. જોકે હવે બદલાતા સમય સાથે સમાજમાં જાગૃતિ આવતી ગઈ તેમ તેમ સેક્સ એજ્યુકેશન અને શારીરિક સંબંધો અંગે વધુને વધુ જાણકારી મેળવવા લાગ્યા છે. એટલું જ નહિ પણ ઘણા યુગલો અને યુવાનો સેક્સ અંગે ઘણા ખુલીને ચર્ચા કરે છે. સેક્સને કપલ વચ્ચે મજબૂત સંબંધનો આધાર માનવામાં આવે છે.   હવે તેમાં નવા-નવા શબ્દ ભંડોળ વધવા લાગ્યા છે, આ વખતે અમે આપને વેનિલા સેક્સ અંગે માહિતી આપીશું. વેનિલા સેક્સ શું છે ? તેનો ઉપયોગ અને ફાયદો કોને થાય છે ? તેની જાણકારી મેળવીશું. 

વેનિલા સેક્સને કન્વેશનલ સેક્સ પણ કહેવામાં આવે છે. આ એક એવી સેક્સ્યુઅલ એક્ટિવિટી છે. જેમાં સેક્સના અન્ય તત્વો સામેલ નથી થતા. આમાં ન તો કોઈ સેક્સ ટોય કે પછી અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયામાં ફક્ત એક પાર્ટનર જ શારીરિક સંબંધોનો આનંદ ઉઠાવે છે અને બીજા પાર્ટનરને આ પ્રક્રિયામાં કોઈ એન્જોયમેન્ટ નથી મળતું. તેને વેનિલા પાર્ટનર કહેવાય છે. ફર્સ્ટ ટાઇમ સેક્સ કરી રહ્યા છો તો તમારા માટે વેનિલા સેક્સ એકદમ પરફેક્ટ છે. કેમ કે આ પ્રકારના સેક્સમાં તમારે તમારા પાર્ટનરને કંઈ સાબિત કરી આપવાનું નથી હોતું કે ન કોઈ રોમાંચક સેક્સ ક્રિડા ટ્રાય કરવાની હોય છે. વેનિલા સેક્સ માણવાની સાચી રીત એટલે કોઈપણ વસ્તુનો અતિરેક નહીં. જેનો અર્થ થાય છે કે પાર્ટનર કિસિંગ કરે તો પણ તે લિમિટમાં કરે અને પછી ધીરે ધીરે તેને વધારે. તેમજ પેનિટ્રેશન વખતે ધીરે ધીરે લિપ ટૂ લિપ કિસ તરફ આગળ વધે.

વેનિલા સેક્સના ફાયદા શું છે ? શું તેનાથી કેલેરી બર્ન  થાય છે ? 

વેનિલા સેક્સની  પોઝિશનમાં શારીરિક સંબંધ બનાવવો બંને પાર્ટનર માટે ખૂબ સરળ રહે છે. બંને પાર્ટનર એકબીજાને પ્લેઝર આપતા સમય એકબીજા સાથે પસાર કરી શકે છે. જે સ્ત્રીને ઇન્ટરકોર્સ દરમિયાન વધારે દુખાવો થાય છે. તેમના માટે આ સેક્સ સ્ટાઇલ ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત વેનિલા સેક્સ એક પ્રકારે મિશનરી સેક્સ હોય છે. અન્ય સેક્સ પોઝિશન અને સ્ટાઇલની અપેક્ષાએ આ વેનિલા સેક્સ સ્ટાઇલમાં વધારે કેલેરી બર્ન થાય છે. જેથી તે એક ગજબની એક્સર્સાઇઝ પણ છે. એક અભ્યાસ મુજબ વેનિલા સેક્સ દ્વારા મહિલા જલ્દી ઓર્ગેઝમ મેળવી શકે છે. આ સેક્સ સ્ટાઇલ દ્વારા મહિલાને ક્લિટોરિયસને પણ ખૂબ જ સહેલાઈથી સ્ટિમ્યુલેટ કરી શકાય છે.

 

Leave a Reply