મિ.રિપોર્ટર, ૯મી ડિસમ્બર.
સેક્સ કરવાની એટલે કે વર્જિનિટી ગુમાવવાની સાચી ઉંમર શું છે? આ બાબતે અનેક સ્ટડી અને રિસર્ચ સામે આવી ગયા છે. ફર્સ્ટ ટાઈમ સેક્સમાં જે વસ્તુ સૌથી મહત્વની છે કે બંને પાર્ટનર સેક્સ માટે તૈયાર હોય.
ફર્સ્ટ ટાઈમ સેક્સ કરવાની એવરેજ ઉંમર અંગે સર્વે કરવામાં આવ્યો તેના પરિણામો ચોંકાવનારા સામે આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં એક ઓનલાઈન હેલ્થ કંસલ્ટિંગ સર્વિસે યુરોપમાં 500 અને અમેરિકામાં 500 લોકો પર આ સર્વે કર્યો હતો.
આ સ્ટડીના પરિણામમાં જાણવા મળ્યું છે કે વર્જિનિટી ગુમાવવાની એવરેજ ઉંમર 17 વર્ષ છે. જ્યારે સેક્સ્યુઅલ અવેકનિંગ એટલે કે સેક્સ્યુઅલ ફીલિંગ અને જરૂરિયાતો વિશે માહિતી મેળવવા માટેની એવરેજ ઉંમર 15 વર્ષ છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે કિશોરો 17 વર્ષની ઉંમરે પહેલી વખત સેક્સ કરે છે એટલે કે એડલ્ટ થયા પહેલા જ પોતાની વર્જિનિટી ગુમાવે છે.
રીસર્ચમાં ભલે એવરેજ ઉંમર 17 વર્ષ છે પરંતુ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનની એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે સેક્સ્યુઅલી એક્ટિવ કિશોરોની સંખ્યા ઘટી રહી છે.