બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પદુકોણ સવારે ઉઠીને સૌથી પહેલા શું કરે છે ? વાંચો રસપ્રદ જવાબ…

www.mrreporter.in
Spread the love

મનોરંજન- મી.રિપોર્ટર, ૧૯મી જાન્યુઆરી.

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પદુકોણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે વર્ષ 2021ની શરૂઆતમાં પોતાની બધી સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી દઈ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જોકે, દીપિકા પદુકોણે ફરી એકવખત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

દીપિકા પદુકોણ એ તાજેતરમાં જ  પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ‘Ask me anything’ નામનું એક સેશન રાખ્યું હતું. આ દરમિયાન તેણે પોતાના ફેન્સ દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપ્યા હતા.

દીપિકાને એક ફેન્સે તેના ફેવરિટ ફૂડ વિશે પૂછ્યું હતું, જે તે પોતે ઘરે બનાવવું પસંદ કરતી હોય. તેના જવાબમાં દીપિકાએ જણાવ્યું કે, તે પોતાના માટે જે ફેવરિટ ખાવાનું ઘરે બનાવે છે, તે કુકીઝ છે. તેણે કહ્યું કે, ‘મને જમવાનું બનાવવા કરતા બેકિંગ કરવાનો વધુ શોખ છે. એટલે હું કહી શકું છું કે કુકીઝ મારી તાકાત છે.’

એક અન્ય ફેને તેને પૂછ્યું કે, જ્યારે તે સવારે ઉઠે છે તો સૌથી પહેલા શું કરે છે? તેના પર દીપિકાએ મજેદાર જવાબ આપતા કહ્યું કે, તે પોતાનું એલાર્મ ઓફ કરે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પદુકોણ રણવીર સિંહની સાથે ફિલ્મ ’83’માં દેખાશે. તેણે તાજેતરમાં જ રિતિક રોશનની સાથે ફિલ્મ ‘ફાઈટર’ની જાહેરાત કરી હતી. તે ઉપરાંત દીપિકા પદુકોણની પાસે ‘ધ ઈન્ટર્ન’ની હિંદી રીમેક છે.  તે શકુન બત્રાની એક ફિલ્મ અને પ્રભાસની સાથે એક ફિલ્મ કરી રહી છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.