પરણિત દંપતી માટે સેકસલાઇફ માટે આયુર્વેદમાં શું કહ્યું છે, બેસ્ટ પોઝિશન કઈ ?

What is the best position for a married couple in Ayurveda for sex life?

હેલ્થ- મિ.રિપોર્ટર, ૧૦મી જાન્યુઆરી

દરેક દંપતી માટે સેક્સ માટે વિચાર અલગ અલગ હોય છે. જેમાં ઘણા દંપતી  માત્ર પોતાની પેઢીને આગળ વધારવાનો રસ્તો માને છે તો કેટલાક દંપતી માત્ર આનંદનો અનુભવ કરે છે, તે બાળકોને જન્મ આપવા માટે પોતે એક બીજાને સમજે અને વેલસેટ થાય તેની રાહ જોતા હોય છે. દંપતી માટે જરૂરી ગણાતી સેક્સ ની બાબતોનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરવામાં આવ્યો છે. આયુર્વેદમાં  જણાવવામાં આવેલી બાબતો નો ઉપયોગ પોતાની સેક્સ લાઈફમાં કરવામાં આવે તો પોતાના પાર્ટનર ની સાથે સાથે પોતે પણ સેક્સ નો આનંદ તથા ચરમ સુખ પામી શકે છે. આર્યુવેદમાં જણાવવામાં આવેલી સેક્સ અંગેની જરૂરી ટીપ્સ નીચે મુજબ છે. 

સેક્સ પહેલા હળવો ખોરાક લેવો

આયુર્વેદ મુજબ જો તમે ખાલી પેટ અથવા વધારે ભોજન કરીને સેક્સ કરો છો તો શરીરમાં પિત્તની સમસ્યા થઈ શકે છે. જેના કારણે માથાનો દુખાવો, પેટમાં દુખાવો અને અન્ય ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

શ્રેષ્ઠ પોઝિશન

આયુર્વેદ મુજબ બેસ્ટ સેક્સ પોઝિશન તે છે જેમાં મહિલા પીઠના બળે સૂતેલી છે અને તેનું મોઢું ઉપરની તરફ હોય.

પુરુષો માટે આ છે બેસ્ટ ટાઈમ

આયુર્વેદ મુજબ સવારે 6 થી 8 દરમિયાન પુરુષ વધારે ઉત્તેજિત રહે છે, ઊંઘમાં હોવાને કારણે મહિલાઓના શરીરનું તાપમાન ઓછું હોય છે. એટલા માટે આ સમયે પુરુષો સેક્સનો આનંદ વધારે માણી શકે છે. જોકે મહિલાઓ આ સમયે વધારે એન્જોઈ કરતી નથી.

સૂર્યાસ્ત પછીનો સમય

આયુર્વેદમાં કોઈક કોઈક જગ્યા પર એવું પણ લખવામાં આવ્યું છે કે સેક્સથી શરીરમાં વાયુદોષ વધે છે એટલા માટે સૂર્ય નીકળ્યા બાદ અને સવારના 10 વાગ્યા સુધીનો સમય સેક્સ માટે સૌથી સારો છે.

કઈ સીઝન યોગ્ય

આયુર્વેદ મુજબ સેક્સ માટે ઠંડી અને વસંત ઋતુની શરૂઆતનો સમય સૌથી સારો છે. આ સીઝનમાં વધારે સારું ઓર્ગેઝમ મળે છે.

Leave a Reply