શું છે સુલેમાનીનું દિલ્હી કનેક્શન? ટ્રમ્પે ઈરાની જનરલને લઈને કર્યો મોટો ખુલાસો… Mr.reporter.in

Spread the love

 

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાકમાં એર સ્ટ્રાઈકને યોગ્ય ગણાવી છે. તેમણે એ પણ દાવો કર્યો હતો કે, આ હુમલામાં માર્યાં ગયેલ એલિટ ફોર્ટના જનરલ કસીમ સુલેમાનીને નવી દિલ્હી અને લંડનમાં પણ આતંકવાદી ષડયંત્ર રચવાનો પણ દોષી ગણાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, આતંકવાદનું શાસન ખત્મ થઈ ગયું છે.

ગુરૂવાર મોડી રાતે અમમેરિકાએ બગદાદ એરપોર્ટની બહાર ડ્રોન હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના જનરલ કસીમ સુલેમાની સહિત 8 લોકો માર્યાં ગયા હતાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ બગદાદ એરપોર્ટ પર ડ્રોન હુમલાની મંજૂરી આપી હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે, યુ.એસ.ને નિશાન બનાવીને ઈરાકમાં અનેક રોકેટ હુમલાઓ કરવામાં આવ્યા હતા. બગદાદમાં અમારા દૂતાવાત પર પણ સુલેમાનીના આદેશથી જ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. સુલેમાનીએ નિર્દોષ લોકોને માર્યાં હતાં. તેણે દિલ્હીથી લંડન સુધી આતંકી હુમલામાં ભુમિકા ભજવી છે. તેમણે કહ્યું હતું કે, અમેરિકાએ જે કર્યું તે પહેલા કરવાની જરૂર હતી.

સુલેમાનીનો ભારતમાં કયા હુમલામાં હાથ હતો? તેનો પણ ટ્રમ્પે ઉલ્લેખ કર્યો હતો. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, તેનો ઈશારો ફેબ્રુઆરી 2012માં દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાતની કાર પર થયેલા આતંકી હુમલા તરફ હતો. આ ઘટનામાં ઈઝરાયલે ઈરાનનો હાથ બતાવ્યો હતો.