કેન્દ્ર સરકારના ઓબીસી બિલમાં શું છે ખાસ ? ઓબીસી અનામત અંગે રાજ્ય લઈ શકશે નિર્ણય

www.mrreporter.in

રાજનીતિ- મી.રિપોર્ટર, ૯મી ઓગસ્ટ. 

કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં રાજ્યોને અન્ય પછાત વર્ગો (OBC) ઓબીસી જ્ઞાતી ની યાદી તૈયાર કરવાની પરવાનગી આપવા માટે એક બિલ રજૂ કર્યું હતું. આ બિલ પસાર થતાની સાથે જ હવે રાજ્યોને ઓબીસી જ્ઞાતિની યાદી તૈયાર કરવાનો અધિકાર રહેશે. ત્યારે આ બિલ શું છે ખાસ જોગવાઈ અને કેમ તેને લાવવાની જરૂર કેમ હતી અને ભવિષ્યમાં તેની શું અસર થશે ? તે જાણવું તમારા માટે ખુબ જ જરૂરી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

કેન્દ્ર સરકાર જે સુધારા બિલ લાવ્યું છે, તેમાં એવી જોગવાઈ છે કે હવે રાજ્ય સરકારો OBC ની યાદી તૈયાર કરી શકશે. એટલે કે હવે રાજ્યોને ઓબીસીમાં કોઈપણ જ્ઞાતિનો સમાવેશ કરવા માટે કેન્દ્ર પર આધાર રાખવો પડશે નહીં. આનો અર્થ એ થયો કે હવે રાજ્ય સરકારો તેમના ઓબીસી સમુદાયમાં કોઈપણ જાતિનો સમાવેશ કરી શકશે. તેના માટે કેન્દ્ર સરકારની મંજૂરી નહી લેવી પડે.

 5 મેના રોજ, મરાઠા અનામત અંગેના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઓબીસીમાં કોઈપણ જાતિને સમાવવાનો અધિકાર કેન્દ્ર પાસે છે, રાજ્યો પાસે નહીં. આને ટાંકીને કેન્દ્રએ મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અપાયેલું અનામત રદ કર્યું છે. જો કે સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી વિરોધ ઉઠાવ્યો હતો. તેના પર  પુનર્વિચારણાની અપીલ કરી હતી, પરંતુ તેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

બિલ પસાર થયા બાદ રાજ્યોને પછાતવર્ગની જાતિઓને યાદીમાં સમાવેશ કરવાનો અધિકાર હશે. હાલ માં ઘણા રાજ્યોમાં અલગ અલગ જાતિઓ ઓબીસી અનામત માટે આંદોલન કરી રહી છે. મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય, હરિયાણામાં જાટ સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાય પોતાને ઓબીસી કેટેગરીમાં સમાવીને અનામતની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે રાજ્યોને અલગ અલગ જાતિઓને ઓબીસીમાં સમાવવાનો અધિકાર રહેશે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

Leave a Reply