શું છે PM SYM Yojana ? : દર મહિને ઘરે બેઠા કેવી રીતે મળશે રૂપિયા 3000 નું પેન્શન, જાણો ?

www.mrreporter.in
Spread the love

બિઝનેશ- મી.રિપોર્ટર, 15મી માર્ચ. 

કેન્દ્ર સરકાર અસંગઠિત ક્ષેત્રમાં  કામ કરતાં કામદારો માટે એક વિશેષ સ્કીમ લઈને આવ્યું છે. આ સ્કીમ હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત કામદારો  દર મહિને ઓછામાં ઓછા 3000 રૂપિયા પેન્શન મેળવી શકે છે. જાણો કઈ રીતે ? આ લાભ નીચે જણાવેલ લોકો ને સરળતા થી મળશે. તમે પણ મેળવી શકો છો . 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે, કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2019 માં વડા પ્રધાન શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે. સરકારની આ યોજના અંતર્ગત ઘરઘાટી, ડ્રાઇવરો, પ્લંબર, મોચી, દરજી, રિક્ષા ચાલકો, ધોબી અને ખેતમજૂરો પણ તેનો લાભ લઈ શકશે. આ અંતર્ગત આવા લોકોને 60 વર્ષની વય પૂર્ણ કર્યા પછી દર મહિને ઓછામાં ઓછી 3 હજાર રૂપિયા પેન્શન મળશે. વળી, જો કોઈ લાભાર્થી પેન્શન મેળવતી વખતે મૃત્યુ પામે છે, તો તેનું 50 ટકા પેન્શન તેના જીવનસાથીને પેન્શન તરીકે આપવામાં આવશે. સરકારી આંકડા મુજબ હાલમાં દેશમાં આશરે 42 કરોડ લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે.

સરકારની આ યોજના અંતર્ગત ઘરઘાટી, ડ્રાઇવરો, પ્લંબર, મોચી, દરજી, રિક્ષા ચાલકો, ધોબી અને ખેતમજૂરો પણ તેનો લાભ લઈ શકશે. આ અંતર્ગત આવા લોકોને 60 વર્ષની વય પૂર્ણ કર્યા પછી દર મહિને ઓછામાં ઓછી 3 હજાર રૂપિયા પેન્શન મળશે. વળી, જો કોઈ લાભાર્થી પેન્શન મેળવતી વખતે મૃત્યુ પામે છે, તો તેનું 50 ટકા પેન્શન તેના જીવનસાથીને પેન્શન તરીકે આપવામાં આવશે.

સરકારી આંકડા મુજબ હાલમાં દેશમાં આશરે 42 કરોડ લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન માટેની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ યોજના હેઠળ ફક્ત તે જ લોકો રજીસ્ટ્રેશન કરાવી શકે છે જેની માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી છે. જો કાર્યકર પહેલાથી જ કેન્દ્ર સરકાર દ્વારા સહાયક પેન્શન યોજનાનો સભ્ય હોય તો તે માનધન યોજના માટે પાત્ર રહેશે નહીં.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.