પ્રેમમાં હારેલી, ટકલી થઇ ને જીવન થી કંટાળી ને મરવા પડેલી આકાંક્ષાને રૂમ માં તો એવું શું થયું કે બહાર આવી તો એક નવા જ લુકમાં જોવા મળી !

Spread the love

એપિસોડ -37

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા : ભૂમિકા બારોટ 

(એપિસોડ -36: તમે પાછલાં અંકમાં વાચ્યું… હર્ષ અને આકાંક્ષા હોસ્પિટલ થી ઘરે જાય છે. ઘરે ગયા પછી આકાંક્ષા સીધા પોતાના રૂમમાં જાય છે એને ત્યાં બધી જ વસ્તુઓ પોત પોતાની જગ્યાએ હોય છે રૂમ એકદમ સાફ હોય છે. આકાંક્ષા બધું જોઈ રહી હતી ત્યાં જ એની ફ્રેન્ડ નો મેસેજ આવે છે અને આકાંક્ષા એ મેસેજ વાંચી ને સમજે છે કે એ એના વિશ્વાસ માટે ના પ્રેમ ને તાકાત બનાવી ને જીવન માં આગળ વધશે અને એના કારણે એના પરિવાર ને આજ પછી કોઈ જ તકલીફ નહિ થવા દે.)

હર્ષે વિચારતા વિચારતા આકાંક્ષા ને નોટિસ કરી અંદર ગયેલી અને બહાર આવેલી આકાંક્ષા માં આસમાન જમીન નો ફર્ક હતો. આકાંક્ષા જયારે રૂમ માં ગઈ હતી ત્યારે પ્રેમ માં હારી ગયેલી, પોતાના રૂપ ને વધારતા વાળ ને કાઢીને ટકલી થઇ ને જીવન થી કંટાળી ને મરવા પડેલી છોકરી હતી પરંતુ એવું તો રૂમ માં શું થઇ ગયું કે આકાંક્ષા એક નવા જ અવતાર માં બહાર આવી!!!!! આકાંક્ષાએ ડાર્ક ભૂરા કલર નું જીન્સ ઉપર સફેદ ટી- શર્ટ અને એના ઉપર બ્લેક શર્ટ પહેર્યો હતો જેના બટન ખુલ્લા હતા. જે માથા પર ટકલુ હતું ત્યાં હવે માથા ને સરસ રીતે ઢાંકતો સ્કાર્ફ બાંધ્યો હતો. એક નવા જોશ સાથે આકાંક્ષા આવી ને બધા સાથે કોફી પીવા બેઠી…….આકાંક્ષા ને આ રીતે જોઈ ને હર્ષ ની સાથે આકાંક્ષા ના મમ્મી- પાપા પણ આ બદલાવ જોઈ ને હેરાન હતા પરંતુ એની સાથે ખુશ પણ હતા.

” અરે બધા ને સાપ સૂંઘી ગયો છે કે શું????? આ રીતે મને કેમ ઘૂર્યા કરો છો????” આકાંક્ષા એ એકદમ મજાકિયા અંદાજ માં કહ્યું.

” અરે ના …..ના. …. દીકરા આવ બેસ …..અમે તો આ તારો નવો અવતાર જોઈ ને ખુશ છીએ.”
આકાંક્ષા ના પાપા એ એમની આંખ ના ભીના થયેલા ખૂણા સાફ કરતા કહ્યુ.

” પણ અક્કુ આવા ગુસ્સા નું કારણ શું?” રમાબેને થોડી ચિંતા વશ આકાંક્ષા ને પૂછ્યું. આકાંક્ષા શરમ થી માથું નમાવી ને સાંભળી રહી હતી ત્યાં જ હર્ષે વાત ને વાળતા બોલ્યો કે ” અરે માસી …..ક્યાં આ બધી વાતો લઇ ને બેસી ગયા?????? અમારે હવે આટલા દિવસ ના કામ બાકી હતા એ હવે અક્કુ ને લઇ ને પુરા કરવાના છે. લાઈબ્રેરી જઈ ને મટીરીઅલ તૈયાર કરવાના છે એક્ઝામ સામે આવે છે. ચાલ અક્કુ….. ઉઠ……” કહી ને આકાંક્ષા ને જવાનું કહીને ઉભો થયો.

” હા ચાલ…… ” કહી ને આકાંક્ષા ઉભી થઇ.

આકાંક્ષા અને હર્ષ કોલેજ પહોંચ્યા…….ત્યાં બધા જ ફ્રેન્ડસ એમની રાહ જોઈ ને બેઠા હતા. હર્ષે બધાને બધી વાત કરી મૂકી હતી એટલે બધા
ને ખબર હતી કે આકાંક્ષા નું ધ્યાન કેવી રીતે પરીક્ષા તરફ દોરવાનું હતું. આકાંક્ષા ને આવતી જોઈ ને બધા વાંચવા લાગ્યા.

” હેલો…. ” હર્ષે બધા ને અભિવાદન કરતા કહ્યું.

” અરે આવો અમે ક્યારના આકાંક્ષા ની જ રાહ જોતા હતા. આ એકાઉન્ટ ના દાખલા અમારા પલ્લે જ નથી પડતા ….. તો…. અક્કુ હવે તારે જ શીખવાડવા પડશે…… ” કહી ને રીટા એ બૂક્સ આકાંક્ષા ના હાથ માં થમાવી દીધી.

” અરે જરૂર…..લાવ ચાલ જોઈ લઈએ.” કહી ને આકાંક્ષા બધા ને એકાઉન્ટ શીખવાડવા માં લાગી ગઈ.

હર્ષ બેઠો બેઠો બધું જ જોઈ રહ્યો હતો અને મંદ મંદ મુસ્કરાઈ રહ્યો હતો. અને આ બધું જ રાજ જોઈ રહ્યો હતો ….અને એને હર્ષ ને પૂછ્યું ,

” મસ્ત છે નઈ?”

” હા…..યાર….” હર્ષ બોલી ગયો એ પછી એને ભાન થયું કે આવું નહોતું બોલવાનું એટલે એને વાત ને સુધારતા કહ્યું,

” હા મસ્ત છે ને બધા ને એ બહાને પરીક્ષા ની તૈયારી થઇ જશે…. અને આકાંક્ષા પણ આ બધા માંથી બહાર નીકળી જશે”

“ક્યાં સુધી દિલ ની વાત છુપાવીશ? ????આટલા વર્ષો થી જેને આટલું ચાહે છે… જેની ખુશી માટે હજી તે તારા પ્રેમનો એકરાર નથી કર્યો છતાં… તું તારા કરતા પણ વધારે ચિંતા એની કરે છે……કહી દે…… આકાંક્ષા ને હકીકત….” રાજે હર્ષ ને સમજાવ્યો.

” ના…..ના રાજ ના હું આવી ભૂલ ક્યારે પણ નહિ કરું મારા માટે એની ખુશી થી વધારે કઈ જ નથી….. પ્રેમ નો મતલબ હંમેશા પામવું જ નથી હોતું ક્યારેક પ્રેમ માં જતું કરવાની પણ મઝા અલગ હોય છે…બસ હવે હું આકાંક્ષા ને ફરીથી ઉભી કરવા માટે મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ” હર્ષે રાજ ને કહ્યું.

અને ફરી થી બંને બધા ને દાખલા શીખવાડતી આકાંક્ષા ને જોવા લાગ્યા……

  •  આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
  • જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.