બજેટમાં શું થયું સસ્તું અને શું થયું મોંઘું ? હવે કઈ વસ્તુ પર વધારે ચૂકવવા પડશે ?

www.mrreporter.in
Spread the love

વડોદરા – મી.રિપોર્ટર,  1લી  ફેબ્રુઆરી 

દેશના  નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજુ કરેલા વર્ષ 2021-22માં ડાયરેક્ટ ટેક્સ આપનારા લોકોને  કોઈ રાહત આપી નથી.  કેન્દ્ર સરકારે દારુ, કાબુલી ચણા, વટાણા, મસૂરની દાળ સહિત ઘણાં ઉત્પાદનો પર ખેતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લગાવવાની જાહેરાત કરી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

બજેટમાં નાણામંત્રી એ આ વર્ષે કસ્ટમ્સમાં 400 કરતા વધારે છૂટછાટની સમીક્ષા કરવાનો પ્રસ્તાવ કર્યો છે.  કાચા માલ પર કસ્ટમ ડ્યુટી વધારાઈ છે. સ્ટીલ ઉત્પાદનો પર ડ્યુટી હટાવી દેવાઈ છે. આ સિવાય કોપર સ્ક્રેપ ડ્યુટીને 5% થી ઘટાડીને 2.5% કરાઈ છે. મોબાઈલ્સના કેટલાક પાર્ટ્સ પર હવે 2.5% ડ્યુટી ચૂકવવાની રહેશે. આવો જાણીએ બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું..

બજેટમાં શું મોંઘું થયું ?

– કોટન
– સિલ્ક
– પ્લાસ્ટિક
– લેધર
– ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ
– ઓટો પાર્ટ્સ
– સોલર પ્રોડક્ટ્સ
– મોબાઈલ
– ચાર્જર
– ઈમ્પોર્ટેડ કપડા
– રત્ન (જવેરાત)
– LED બલ્બ
– ફ્રીઝ/એસી
– દારુ

બજેટમાં શું સસ્તું થયું ?

– નાઈલોનના કપડા
– સ્ટીલ
– કોપરની વસ્તુઓ
– સોનુ
– ચાંદી
– પ્લેટેનિયમ

એગ્રી ઈન્ફ્રા સેસ પણ લાગશે

બજેટમાં 2021માં ટેક્સ ઓડિટની લિમિટ 5 કરોડથી વધારીને 10 કરોડ કરવાનો પ્રસ્તાવ કરાયો છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે પેન્શનથી થનારી કમાણી પર ટેક્સ નહીં આપવો પડે. કેટલાક સામાન એગ્રીકલ્ચર ઈન્ફ્રા સેસ લગાવવામાં આવ્યો છે જેનો લાભ ખેડૂતોને મળશે. લોનના 1.5 લાખ રુપિયા સુધીની લોન પર વ્યાજની છૂટીની સ્કીમ 1 વર્ષ સુધી લંબાવી દેવાઈ છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.