લોકડાઉન ની સ્થિતિમાં લટાર મારવા નીકળતા લોકો માટે સુરતની પત્રકાર હેતલ ચૌહાણ ગોહિલ શું કહે છે ? જુઓ વિડીયો…

હેલ્થ- મિ.રિપોર્ટર, 28મી માર્ચ. 

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ નો કહેર હજુ ચાલુ છે. ભારતમાં કોરોના ના વધી રહેલા કેસ ને જોયા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું લોક ડાઉન જાહેર કર્યું છે. લોક ડાઉન જાહેર કરવાની સાથે દેશવાસીઓને અનાજ, દૂધ, શાકભાજી સહિતની વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. આમ છતાય ઘણા લોકો ઘરની બહાર લટાર મારવા નીકળી પડે છે. આવા લોકોના લીધે કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે. તે લોકો તો ભોગ બને છે, સાથે સાથે પોતાના પરિવારજનો અને પોતાની આસપાસના લોકોને પણ સંક્રમણનો ભોગ બનાવી રહ્યા છે.

આવા લોકોને હવે રાજ્યભરના પત્રકારો પણ ઘરની બહાર ના નીકળવા, ટોળામાં એકત્રિત ન થવા, અફવાઓથી દુર રહેવા અને પોલીસ ને સહકાર આપવા માટેની અપીલ કરી રહ્યા છે. સુરતની જાણીતી સીનીયર જર્નાલિસ્ટ – પત્રકાર હેતલ ચૌહાણ ગોહિલે પણ મિ.રિપોર્ટર ન્યુઝ ના માધ્યમ થી  #ઘરે રહો, સુરક્ષિત રહો  અંતર્ગત  Mr.Reporter ને પોતાનો એક વિડીયો મોકલી આપ્યો છે. તમે એ વિડીયો જોયો ખરો ? 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

 

 

Leave a Reply