મનોરંજન- વડોદરા, મિ.રિપોર્ટર, ૩૦મી માર્ચ.
દેશમાં કોરોના વાઈરસના લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું લોક ડાઉન જાહેર કરી દીધું છે. જેને આજે એક અઠવાડિયું પૂર્ણ થયું છે. હજુ ૧૫ દિવસ બાકી છે.
આ ૧૫ દિવસના લોક દૌનમાં દેશવાસીઓ ઘરમાં જ રહે અને કાયદાનું ચુસ્તપણે પાલન કરે તે જરુરી છે. આમ છતાય ઘણા શહેરીજનો જાણે કઈ જ બન્યું નથી તેમ ઘરની બહાર લટાર મારવા નીકળી પડે છે.
ટોળા બનાવી ને ઘર ની સીડી પાસે ગપ્પાબાજી કરે છે. આવા લોકોના લીધે કોરોના વાઈરસ નો ફેલાવો વધે છે. આવે લોકો ને વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીમાંથી ભરતનાટ્યમની ગોલ્ડ મેડલ અને ઓડીસીમાં વિશારદની ડીગ્રી મેળવનાર વડોદરાની જલ્પા પટેલ એક વિડીયો સંદેશો લઈને આવ્યા છે. તેમણે મિ.રિપોર્ટરના દર્શકો અને વાંચકો સહીત રાજ્યભરના લોકોને શું કહ્યું, તે સાંભળવા માટે નીચે આપેલો વિડીયો….
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)