કોરોના વાઈરસથી બચવા માટે અમદાવાદ ની મોટીવેશનલ સ્પીકર બિંદીયા ભોજક શું કહે છે ?

હેલ્થ- મિ.રિપોર્ટર, 29મી માર્ચ. 

સમગ્ર દેશમાં કોરોના વાઈરસ નો કહેર જારી છે. કોરોના વાઈરસ નો ત્રીજો તબક્કો શરૂ થવાનો છે. ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સામે આવીને પુન : દેશવાસીઓને અપીલ કરીને કોરોના નો ખતરો ટળ્યો નથી. પણ હવે જ વધુ સાવધાની રાખવાની જરૂર છે. તેમણે 21 દિવસ માટે સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કરી દીધું છે. તેમણે લોક ડાઉન જાહેર કરીને દેશવાસીઓને ઘરમાં રહેવાની અપીલ કરી છે.

લોક ડાઉન જાહેર કરવાની સાથે દેશવાસીઓને અનાજ, દૂધ, શાકભાજી સહિતની વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. આમ છતાય ઘણા લોકો ઘરની બહાર લટાર મારવા નીકળી પડે છે.

આવા લોકોના લીધે કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે. તે લોકો તો ભોગ બને છે, સાથે સાથે પોતાના પરિવારજનો અને પોતાની આસપાસના લોકોને પણ સંક્રમણનો ભોગ બનાવી રહ્યા છે.

લોક ડાઉનમાં પણ ઘરની બહાર નીકળનારા લોકો માટે અને કોરોના વાઈરસથી બચવા માટે અમદાવાદ ની મોટીવેશનલ સ્પીકર બિંદીયા ભોજકે  #ઘરે રહો, સુરક્ષિત રહો  અંતર્ગત  Mr.Reporter ને પોતાનો એક વિડીયો મોકલી આપ્યો છે. તે સંભાળવા માટે જુઓ આ વિડીયો..

 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

 

 

Leave a Reply