હેલ્થ- મિ.રિપોર્ટર, 25મી માર્ચ.
સમગ્ર દેશમાં કોરોના વાઈરસ નો કહેર જારી છે. કોરોના વાઈરસ નો ત્રીજો તબક્કો શરૂ થવાનો છે. ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સામે આવીને પુન : દેશવાસીઓને અપીલ કરીને કોરોના નો ખતરો ટળ્યો નથી. પણ હવે જ વધુ સાવધાની રાખવાની જરૂર છે. તેમણે 21 દિવસ માટે સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કરી દીધું છે. તેમણે લોક ડાઉન જાહેર કરીને દેશવાસીઓને ઘરમાં રહેવાની અપીલ કરી છે. આ અપીલ બાદ પણ દેશના ઘણા રાજ્યોમાં લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા છે.
આવા લોકો હાલમાં પેનિક ખરીદી કરી રહ્યા છે. જો લોકો ઘરની બહાર નીકળ્યા કરશે તો તેમની અને તેમના પરિવારજનોના આરોગ્યને ખતરામાં મુકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવા લોકો માટે આણંદના ગૃહિણી હેતલ જાની એ #ઘરે રહો, સુરક્ષિત રહો અંતર્ગત Mr.Reporter ને પોતાનો એક વિડીયો મોકલી આપ્યો છે. આણંદના ગૃહિણી હેતલ જાની કોરોના વાઈરસ અને લોક ડાઉન અંગે શું કહે છે ?? તે સંભાળવા માટે જુઓ આ વિડીયો…..
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)