વડોદરા, મિ.રિપોર્ટર, ૨૫મી એપ્રિલ
વડોદરા વકીલ મંડળ દ્વારા વડોદરાની નવી કોર્ટમાં વકીલોની બેઠક વ્યવસ્થા નો પ્રશ્ન ન ઉકેલાતા ૧૦ દિવસની કોર્ટ કાર્યવાહી થી અલિપ્ત રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે વડોદરા વકીલ મંડળના પ્રમુખની આગેવાનીમાં કોર્ટ પરિસરમાં રામધૂનની સાથે રેલી યોજવામાં આવી હતી. વકીલ મંડળ દ્વારા ડીસ્ટ્રીક્ટ જજ ની કોર્ટ ચેમ્બર્સ બહાર પણ રામધુન કરીને પોતાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વકીલોના આ પ્રશ્ન મુદ્દે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ૨૮મી એ મીટીંગ બોલાવવામાં આવી છે.
જયારે ૩૦મી એપ્રિલના રોજ રાજ્યભરની કોર્ટમાં એક દિવસની હડતાલ પડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે વડોદરા વકીલ મંડળ દ્વારા કોર્ટ પરિસરમાં યોજવામાં આવેલા કાર્યક્રમ અંગે વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે…..