શિક્ષક દિન નિમિતે વડોદરના મેયર શ્રીમતી જીગીશાબેન શેઠ તથા ડે.મેયર શ્રી જીવરાજ ચોહાણ શું બોલ્યા ?

www.mrreporter.in

એજ્યુકેશન – મી.રિપોર્ટર, ૫મી સપ્ટેમ્બર. 

૫મી સપ્ટેમ્બરના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને શિક્ષક ડો. રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસે ઉજવાય છે. વડોદરામાં દર વર્ષે ધામ ધૂમ થી શિક્ષક દિન ની ઉજવણી થાય છે. જોકે ચાલુ વર્ષે કોરોના મહામારીના લીધે સોશિયલ ડિસ્ટન્સિગ સાથે માર્યાદિત લોકોની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો. શિક્ષક દિન નિમિતે શહેરની નગર પ્રાથમિક શિક્ષણ  સમિતિ ખાતે ઉજવાયેલા બેસ્ટ શિક્ષક અને બેસ્ટ આચાર્ય ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરાના મેયર શ્રીમતી જીગીશાબેન શેઠ, ડે. મેયર શ્રી જીવરાજ ચોહાણ,  અકોટાના MLA શ્રીમતી સીમાબહેન મોહિલે  તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી દિલીપ ગોહિલ, ડે. ચેરમેન નલીન ઠાકર તેમજ પૂર્વ ચેરમેન મીનાબા પરમાર તેમજ શિક્ષણ સમિતિના સભ્યો પણ વિશેષ રીતે હાજર રહીને શિક્ષકો અને આચાર્યનું મનોબળ વધાર્યું હતું. આ પ્રસંગે મી. રીપોર્ટરની ટીમે વડોદરાના મેયર શ્રીમતી જીગીશાબેન શેઠ, ડે. મેયર શ્રી જીવરાજ ચોહાણ,  અકોટાના MLA શ્રીમતી સીમાબહેન મોહિલે  તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી દિલીપ ગોહિલ, ડે. ચેરમેન નલીન ઠાકર તેમજ પૂર્વ ચેરમેન મીનાબા પરમાર સાથે કરીને તેમના શિક્ષક દિન વિશે વિચારો જાણ્યા હતા. શિક્ષક દિન અંગે મહાનુભાવો શું કહે છે ? જુઓ વિડીયો…

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply