ગુજરાતી નાટકના કિંગ અને કોમિક ટાઈમિંગના બેતાજ બાદશાહ એકટર શેખર શુક્લાએ લોકડાઉન અંગે શું કહ્યું ? જુઓ વિડીયો..

www.mrreporter.in
Spread the love

બોલીવુડ- મિ.રિપોર્ટર, ૨૬મી માર્ચ. 

સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો કહેર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ નો લોક ડાઉન જાહેર કરીને લોકો ને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. આમ છતાય કેટલાક લોકો જાણે અજાણે પણ તે નિયમ નો ભંગ કરીને પોતાના આરોગ્યની સાથે સાથે પરિવારજનોના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે.

આવા લોકો ને મિ. રિપોર્ટર પણ નમ્ર અપીલ કરી રહ્યું છે. મિ. રિપોર્ટર ની અપીલ માં ગુજરાતી નાટકના કિંગ અને પોતાની કોમિક ટાઈમિંગ ના  બેતાજ બાદશાહ  એકટર શ્રી શેખર શુક્લા પણ જોડાયા છે.  બોલીવુડમાં જો જીતા વહી સિકંદર (૧૯૯૨)  ફિલ્મ થી પગ માંડનારા શેખર શુક્લા નું પૂરું નામ ચંદ્રશેખર શુક્લા છે. પણ બોલીવુડ, ટેલીવુડ અને ગુજરાતી નાટકમાં શેખર શુક્લા થી જાણીતા છે.  સોની સબ ટીવી પર F.I.R સીરીયલ થી તેઓ કોમેડિયન તરીકે વધુ ખ્યાતી મેળવી હતી. ૧૦૦ થી વધુ ગુજરાતી નાટક, હિન્દી સીરીયલ અને ફિલ્મોમાં કામ કરનારા શેખર શુક્લા એકદમ ઉમદા કલાકાર તો છે પણ એક સંવેદનશીલ વ્યક્તિ પણ છે. 

દેશમ કોરોના વાઈરસ ના લીધે ઉભી થયેલી સ્થિતિ અને કપરી પરિસ્થિતિમાં કેવી રીતે રહેવું અને વર્તવું જોઈએ તેનો એક વિડીયો મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ ના દર્શકો અને હજારો વાંચકો માટે શેર કર્યો છે. આ વિડીયો ખરેખર જોવા જેવો છે.. શું તમે કોમેડી ના બાદશાહ શેખર શુક્લા નો આ વિડીયો જોયો કે નહિ ? ના જોયો હોવ તો જુઓ….

 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)