ગર્લફ્રેન્ડે પોતાના બોયફ્રેન્ડના ટુકડે ટુકડા કરી બિરયાની પછી શું કર્યું ? જાણો ?

Spread the love

મિ.રિપોર્ટર, ૨૧મી નવેમ્બર. 

અન્ય સ્ત્રી સાથે જો સબંધ રાખતા પહેલાં સો વખત વિચારો. કેમકે એક એવી બિહામણી ઘટના સામે આવી છે. જેમાં એક ગર્લફ્રેન્ડે  પ્રેમીએ પોતાની સાથે લગ્ન કરવાની જગ્યાએ બીજી યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો, એટલે ગુસ્સે ભરીને  પ્રેમીની હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ પણ સંતોષ ન થતાં પ્રેમીના  ટુકડા કરી તેને ભાત સાથે પકવીને પાકિસ્તાનના મજુરોને પણ ખવરાવ્યા હતા. 

સમગ્ર હત્યાકાંડ અંગે તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપી મહિલા મોરોક્કોની નિવાસી છે. પરંતુ તેણે યુએઈમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. અલ એન નામની અન્ય યુવતીની  જગ્યાએ મહિલાએ તેના જ બોયફ્રેન્ડની હત્યા કરી હતી જેની સાથે તેણી છેલ્લા 7 વર્ષથી રહેતી હતી. મહિલાએ બોડીના ટુકડા કર્યા પછી બ્લેંડરની મદદથી તેનો ભૂકો કર્યો હતો. મહિલાએ પોતાના બોયફ્રેન્ડના માંસને પકાવ્યું અને પોતાના ઘરની પાસે કામ કરતાં પાકિસ્તાની મજુરોને ખવડાવી પણ દીધું. મહિલાએ ટ્રેડિશનલ ગલ્ફ ડિશ તૈયાર કરી હતી જેને બિરયાની કહેવામાં આવે છે.  મૃતકના  ભાઇએ પોલીસમાં ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો, ત્યારે આખા કેસની તપાસ શરૂ થઇ હતી.