વોટર પ્યુરિફાયર ફીટ કરવા આવેલા કર્મચારીએ પરણિતાને ઘરમાં એકલી જોઇને પછી શું કર્યું ? જાણો ?

Spread the love

અમદાવાદ, મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી ફેબ્રુઆરી. 

શહેરના વેજલપુરમાં આવેલ એક ફ્લેટમાં વોટર પ્યુરિફાયર નાખવા આવેલા કંપનીના કર્મચારીએ ઘરમાં પરણિતાને એકલી જોઇને દાનત બગાડી રસોડાનો દરવાજો બંધ કરી અચાનક જ પરણિતાને  બાથમાં ભીડી લઈને છેડતી કરી હતી. કંપનીના કર્મચારીએ છેડતી કરતા જ પરણિતાએ  બુમાબુમ કરી મૂકતાં આરોપી નાસી ગયો હતો. સમગ્ર ઘટના અંગે પરણીતાએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે છેડતીનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ,  વેજલપુર વિસ્તારમાં જીવરાજપાર્ક નજીક રહેતા દંપતીના ઘરે વોટર પ્યુરિફાયર નાખવાનું હતું. જેથી તેમના પતિએ વોટર પ્યુરિફાયર ઈન્સ્ટોલેશન કરવા માટે ઓનલાઇન એપ્લાય કર્યું હતું, કંપની તરફથી યુવતીનાં ઘરમાં વોટર પ્યુરિફાયર ઇન્સ્ટોલ કરવા માટે પ્રકાશ પંડ્યા નામનો યુવક કર્મચારી  આવ્યો હતો. પ્રકાશે રસોડામાં વોટર પ્યોરિફાયર નાખતા નાખતા જ પરણિતાને વાતોમાં બીઝી કરીને  ઘરમાં બીજું કોઈ છે કે નહીં તે જાણી લીધું હતું. તે બાદ પ્રકાશે વાતો દોર ચલાવીને વોટર પ્યુરિફાયર નો ઓનલાઈન ઓડર્ર કરનાર કોણ છે ?

પરણિતાનો જવાબ સાંભળ્યા બાદ , તમે આટલી નાની ઉંમરમાં કેમ લગ્ન કરી લીધાં છે તેવો પ્રશ્ન પૂછીને નિયત બગાડીને તરત જ  રસોડાનો દરવાજો બંધ કરીને પરણિતાને બાથમાં લેવાની કોશિશ કરી હતી. પ્રકાશનાં આવાં વર્તનથી હેબતાઈને પરણિતાએ તેને ધક્કો મારી બહાર ભાગી ગઈ હતી અને મદદ માટે બુમાબુમ કરી હતી. જેથી ડરીને પ્રકાશ પોતાની બાઇક અને બેગ ત્યાં જ છોડીને ભાગી ગયો હતો. આ બેગમાંથી પ્રકાશનું આધારકાર્ડ મળી આવ્યું હતું. જેના આધારે પોલીસે તેની વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.