મહારાષ્ટ્ર પોલીસના કોન્સ્ટેબલે એવું તો શું કર્યું કે લોકો તેના પર ફિદા થઈ ગયા ? વાંચો ને જુઓ…..

Spread the love

બોલીવુડ-મી.રીપોર્ટર, ૧૭મી માર્ચ. 

દેશમાં એકબાજુ કોરોના વાઈરસનો કહેર છવાયો છે. એમાય  મહારાષ્ટ્ર  અને  તેના મુંબઈ તેમજ પુના માં હાઈ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આવામાં હાલમાં સોશિયલ મીડિયા મહારાષ્ટ્રના પોલીસ જવાનનો વિડીયો છવાયેલો છે. આ પોલીસ જવાન નું નામ છે સાગર ઘોરપડે. સાગર ઘોરપડે  તાજેતરમાં આવેલી શાહિદ કપૂર (Shahid Kapoor)ની ફિલ્મ કબિર સિંઘ (Kabir Singh)ના કારણે છવાયેલા છે. તેઓ આજકાલ આ મૂવી પર બનેલા ‘તેરા બન જાઉંગા..’ ગીતને પોતાના અવાજમાં ગાઈને સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. તેમનો અવાજ દર્શકોને ઘણો જ પસંદ પડી રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

મહારાષ્ટ્ર પોલીસના કોન્સ્ટેબલ  સાગર ઘોરપડે  નો અવાજ લોકોને ઘણો જ પસંદ પડી રહ્યો છે. કબિર સિંઘનું સોંગ સાંભળીને સાગર ઘોરપડેની ઘણી જ પ્રસંશા કરી રહ્યા છે. લોકો સાગરને બોલિવૂડ માટે ગીત ગાવા માટે પણ કહી રહ્યા છે.
 

 

તો આપને કોનસ્ટેબલ સાગરે ગાયેલું ગીત કેવું લાગ્યું? આ ગીતને અત્યાર સુધીમાં 11 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે.  સાગર ઘોરપડે ના હાલમાં 47.5k subscribers છે. તેના ગીતો ને વધુ ને વધુ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવી રહ્યો છે.

 
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)