યાત્રાધામ વિકાસ બોર્ડના સસ્પેન્ડ કરેલ અધિકારી અનિલ પટેલ સાથે રેશ્મા પટેલે શું કરી વાત? સાંભળો ઓડિયો…

મિ.રિપોર્ટર, ૨જી જાન્યુઆરી.  

રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર મામલે ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ રાજ્યના મુખ્યમંત્રીની સુચનાથી યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલીન અધિકારી અનિલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  હવે તેમની સાથે સરકારની પોલીસી અને પાટીદારોને લાભ આપવા માટે વાંરવાર અવાજ ઉઠાવનારી ભાજપની મહિલા  નેતા રેશ્મા પટેલે ટેલિફોનિક વાતચીત કરી તેમની વ્યથા જાણી હતી. જેની ઓડિયો ક્લિપ પણ રેશ્મા પટેલ દ્વારા મીડિયામાં મુકાતા વાઈરલ થઇ છે. 

રેશ્મા પટેલ અને અનિલ પટેલની ટેલિફોનિક વાતચીતની ઓડિયોમાં અનિલ પટેલ જણાવી રહ્યા છે કે, સરકારને તેમણે બદનામ કરી નથી. કોઈ સરકારી રેકોર્ડ સાથે પણ ચેડા કર્યા નથી છતાં પણ તેમને સસ્પેન્ડ કરી રાજકોટ બદલી કરી દેવામાં આવી છે. રાજકોટમાં સરકાર દ્વારા રહેવાની વ્યવસ્થા પણ નથી કરાઇ. એક તબક્કે તો અનિલ પટેલે કહ્યું કે જાણે હું આતંકવાદી હોય તેવો વ્યવહાર મારી સાથે થઇ રહ્યો છે. મારા કામ અંગે નરેન્દ્ર મોદી બધું જ જાણે છે. મારી સાથે આ થયું છે તે અંગે નરેન્દ્ર મોદીને જાણ કરવી જોઈએ.

વાતચીતમાં રેશ્મા પટેલે અનિલ પટેલને તેમની મદદ કરવાનું આશ્વાસ આપ્યું છે.  તેમનાથી થતી મદદ કરવા કરશે.  રેશ્મા પટેલે મીડિયાને મેસેજ કરીને જણાવ્યું છે કે, હું મારી અને અનિલ પટેલની વાતચીતનો ઓડિયો લોકો, પ્રશાસન અને મીડિયાના મિત્રો સુધી પહોંચાડવા માંગુ છું અને સાથે એ પણ ખુલાસો કરીશ કે મને ખબર છે કે કોઈ જોડેની વાતચીતનો ઓડિયો વાયરલ કરવો એ મારી વિશ્વસનીયતા ઉપર સવાલ ઉઠે પણ આ સરકારી કર્મચારીની વેદના લોકો અને સરકાર સુધી પહોંચાડવી જરુરી લાગી એટલા માટે એમને સાથ સહકાર અને મદદ મળે એવા સારા આશયથી લોકો વચ્ચે મૂકી રહી છું. રેશ્મા પટેલ અને અનિલ પટેલ વચ્ચેની ઓડિયો ક્લિપ પણ અહીં પ્રસ્તુત છે.

Leave a Reply