PM મોદીએ મમલ્લાપુરમના બીચ પર શું કર્યું ? જુઓ વિડીયો…..

ચેન્નાઈ- મી.રીપોર્ટર, ૧૨મી ઓક્ટોબર. 

દેશમાં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરનારા પીએમ નરેન્દ્ર મોદી શનિવારે મમલ્લાપુરમ (Mamallapuram) ના બીચ પર વહેલી સવારે કચરો ઉઠાવતા નજરે ચઢ્યા હતા.  તેમણે મમલ્લાપુરમના બીચ પર સાફ-સફાઈ કરીને સ્વચ્છતાના જાળવવા અને દેશ ને સ્વચ્છ રાખવાની અપીલ કરી હતી. 

નરેન્દ્ર મોદી એ વીડિયો શેર કરતાં  લખ્યું કે, “આજે સવારે મમલ્લાપુરમના બીચ પર સાફ-સફાઈ કરી. આ કામ લગભગ અડધો કલાક સુધી ચાલ્યું. મેં આજે એકત્ર કરેલો કચરો જયરાજને આપ્યો જે હોટલ સ્ટાફનો ભાગ છે. આપણા આસપાસના સાર્વજનિક સ્થળોને સ્વચ્છ રાખીએ. એ નિશ્ચિત કરીએ કે આપણે ફિટ અને સ્વસ્થ રહીશું.”

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી મમલ્લાપુરમ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત માટે ગયા છે. બંને વચ્ચે શુક્રવારે સાંજે મીટિંગ યોજાઈ હતી. રાત્રે ડિનર દરમિયાન પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે લગભગ અઢી કલાક ચર્ચા ચાલી હતી. આ મીટિંગમાં આતંકવાદ, વ્યાપારિક સંતુલન અંગે વાત થઈ હતી.