પાદરાના ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાવવા ને પોતાની જીત અંગે શું કહ્યું ?

www.mrreporter.in

વડોદરા-રાજનીતિ , મી. રિપોર્ટર,  ધીરજ ઠાકોર, 21મી નવેમ્બર. 

 ગુજરાત વિધાનસભા ચુંટણી નો રંગ હવે જામવા લાગ્યો છે. ત્યારે 146 પાદરા બેઠક ખાતે ચૂંટણીનો માહોલ જામ્યો છે. કોંગ્રેસે પોતાના વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર ને ટીકીટ આપી છે. જયારે ભાજપે ગત ચુંટણી હારેલા અને બરોડા ડેરીના ચેરમેન દીનુમામા ની ટીકીટ કાપી ને ચૈતન્યસિંહ ઝાલા ને ટીકીટ આપી છે.  

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

પોતાની ટીકીટ કપાતા દીનુમામા એ ભાજપ માંથી રાજીનામું આપી ને અપક્ષ ઉમેદવારી નોધાવી છે. જેને પગલે હવે પાદરા બેઠક પર ત્રિપંખીયો જંગ ખેલાશે. દરેક ઉમેદવાર હાલમાં ચૂટણીમાં પોતાને સમર્થકો, કાર્યકર્તા અને મતદારો તરફ થી કેટલું સમર્થન મળી રહ્યું છે તેની ગણતરી માંડી ને પોતાની જીત નો દાવો કરી રહ્યા છે. 

www.mrreporter.in

 ભાજપ ના સત્તાવાર ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલા ને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે.તેમણે આજે સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ગવાસદ ગામથી રેલી યોજીને ફેરણીની શરૂઆત કરી હતી. ચાણસદ થી ફેરણીનો પ્રારંભ થયો હતો. ત્યાંથી પાટોદ,મદાપૂરા, શિહોર, દરાપુરા થઈને સોખડાખુર્દ,ઘાયજ સરસવણી ને આમળા સહિતના ગામોમાં લોક સંપર્ક કરીને પ્રચાર કર્યો હતો. ગ્રામજનોએ ઠેર ઠેર ચૈતન્યસિંહ ઝાલા નું સ્વાગત કર્યું હતું. પોતાને મળી રહેલા ભારે સમર્થન અને પોતાની જીત અંગે ચૈતન્યસિંહ ઝાલાએ મી.રિપોર્ટર ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં  કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાવવા  સહીત ના પ્રશ્નો અંગે શું કહ્યું ? તે જુઓ…………

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply