સોશિયલ મીડિયા પર ધોનીનો બૌદ્ધ ભિક્ષૂક જેવો લૂક વાઈરલ, IPLની જાહેરાતમાં રોહિત માટે શું કહ્યું ?

www.mrreporter.in
Spread the love

સ્પોર્ટ્સ-મી.રિપોર્ટર,15મી માર્ચ.

સોશિયલ મીડિયામાં MS.DHONIનો નવો અવતાર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે બૌદ્ધ ભિક્ષુકના વેશમાં એક જંગલમાં તપસ્યાની મુદ્રામાં બેઠેલો નજરે પડી રહ્યો છે. ધોનીના નવા લૂકના ફોટાને સોશિયલ મીડિયાના યૂઝર્સે વિવિધ MEMEમાં ફેરવીને વાઈરલ કર્યા છે.ધોનીએ જાહેરાતના વીડિયોમાં બાળકોને રોહિતના IPLના સફરની વાર્તા સંભળાવી રહ્યો છે. જેમાં ધોનીએ રોહિતને સિંહ જેવો અને લાલચી કહ્યો હતો.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોનીનો નવો લૂક સામે આવ્યો છે. ધોનીએ IPLની 14મી સીઝન પહેલા પોતાના લૂકને એકદમ બદલી નાખ્યો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા એક ફોટામાં ધોનીએ મુંડન કરાવ્યું છે અને તેણે બૌદ્ધ ભિક્ષુક જેવો પોશાક પહેરીને જંગલમાં તપસ્યા કરતો દર્શાવાયો છે. આ લૂક IPLની એક જાહેરાત માટે તેણે અપનાવ્યો છે. આ જાહેરાતનો વીડિયો પણ વાઈરલ થયો હતો, જેમાં તે બાળકોને IPL અને રોહિત શર્માની વાર્તા સંભળાવી રહ્યો છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.