દેશના PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ માટે બોલિવુડ એક્ટ્રેસ રિમી સેન શું બોલી ? વાંચી ને દંગ થઇ જશો.

Spread the love

દેશના પોલીટીશીયન ઘણા ચાલુ ( ચાલક) હોય છે, જેના લીધે જ દેશ ચાલે છે :  દેશમાં જેનું શાસન છે તેવા પક્ષમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા છે’ : બોલિવુડ એક્ટ્રેસ રિમી સેન

વેબ સિરીઝથી દર્શકો અને કલાકારો બંનેને ફાયદો છે : ફિલ્મોને વાયરલ થતી રોકવી મુશ્કેલ છે

બોલીવુડ- મી. રીપોર્ટર 

દેશના પોલીટીશીયન ઘણા ચાલુ હોય છે, જેના લીધે જ દેશ ચાલે છે. જો તેઓ ચાલુ  (ચાલક) ના હોત તો દેશ ના ચાલત. તમામ રાજકીય પક્ષો ચાલાક હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ચાલાક હોવાના કારણે જ દેશ ચલાવી રહ્યા છે. હું પોતે ૨૦૧૭ થી ભારતીય જનતા પાર્ટી ની મેમ્બર છુ. મને પાર્ટી ટીકીટ આપશે તો હું કલકત્તા થી ચુંટણી લડીશ.

દેશના PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ માટે બોલિવુડ એક્ટ્રેસ રિમી સેન શું બોલી ?
દેશના PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ માટે બોલિવુડ એક્ટ્રેસ રિમી સેન શું બોલી ?

હું પોતે પક્ષની વિચારધારાને માનતી નથી. હું ધર્મની રાજનિતીને પણ માનતી નથી. હું બધા ધર્મના લોકોને સાથે રાખીને રાજકારણમાં કામ કરવાની ઇચ્છા રાખું છું. જો બધા લોકોને સાથે રાખીને કામ કરીશું તો જ દેશનો વિકાસ થશે. ખરું કહું તો દેશમાં જેનું શાસન છે તેવા પક્ષમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા છે  એમ બોલીવુડ ની એક્ટ્રેસ રિમી સેને આજે વડોદરાની મુલાકાત  દરમિયાન જણાવ્યું હતું. 

મોદી અને શાહ ચાલાક હોવાથી દેશ ચલાવી રહ્યા છે

ફિર હેરા ફેરી, ધુમ-2, ગોલમાલ, હંગામા જેવી સુપરહિટ ફિલ્મો આપનાર અભિનેત્રી રિમી સેને જણાવ્યું હતું કે,  આજની ફિલ્મોની સ્ટોરીઓ ક્રિએટીવ થઇ ગઇ છે. જેને દર્શકો પસંદ કરી રહ્યા છે. ફિલ્મો આવતા પહેલાં જ વાયરલ થઇ જાય છે, તેને રોકવું મુશ્કેલ છે. વેબ સિરીઝ અંગે જણાવ્યું કે, વેબ સિરીઝમાં ટૂંકી ફિલ્મો આવવાના કારણે લોકો વધુ પસંદ કરે છે. દર્શકોને થિયેટરો સુધી જવું પડતું નથી. ઘરે બેસીને શોશ્યલ મીડિયા દ્વારા ફિલ્મો જોઇ શકે છે.

This slideshow requires JavaScript.

આજે શહેરના અટલાદરા ખાતે આવેલી ગુજરાત પબ્લિક સ્કૂલમાં શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રકચર અને ગો સેલેબ ક્લબ દ્વારા ઇવેન્ટ કેલેન્ડરનું વિમોચન રાખવામાં આવ્યું હતું. જેમાં અભિનેત્રી રિમી સેન, અભિનેતા જેકી ભગનાની, ગરબા ગાયક નિશા ઉપાધ્યાય, તથા નિગમ ઉપાધ્યાય, એ.એમ. ઝેડ ઇવેન્ટના ચેરમેન આકાશ અગ્રવાલ, ચિરાગ વૈષ્ણવ, જી.પી.એસ. સ્કૂલના ડાયરેક્ટર અભિલાષા અગ્રવાલ, અપેક્ષા પટેલ, જી.પી.એસ. સ્કૂલના  એડમીન ડાયરેક્ટર વિરલ શાહ વિગેરે જોડાયા હતા. રીમી સેને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે નીશા ઉપાધ્યાયના સૂરે ગરબે પણ ઘુમી હતી.

રિમી સેને જણાવ્યું હતું કે, આગામી 29 સપ્ટેમ્બરથી શરૂ થતા નવરાત્રિ મહોત્સવમાં પણ વડોદરા આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે ઉમેર્યું કે, સુરતમાં આવી છું. પરંતુ વડોદરામાં પ્રથમ વખત આવી છું. વડોદરાના ગરબા વિશ્વ વિખ્યાત છે. હું ચોક્કસ નવરાત્રિમાં આવીશ.