પાદરાના ભાજપના બળવાખોર નેતા અને કોંગ્રેસના હાલના ધારાસભ્ય અંગે ભાજપના સત્તાવાર ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાએ શું કહ્યું ?

www.mrreporter.in

વડોદરા-રાજનીતિ , મી. રિપોર્ટર,  ધીરજ ઠાકોર, 24મી નવેમ્બર.

ગુજરાત વિધાનસભાની ચુંટણીઓને લઈને વડોદરા જિલ્લા અને શહેરમાં ઉમેદવારોના પ્રચાર જોર શોર થી શરૂ થયા છે. વડોદરામાં ગઈકાલે  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બન્યા હતા અને શહેર જિલ્લાના 10 ઉમેદવારોના સમર્થનમાં વોટ માંગ્યા હતા. સાથે સાથે મતદારોનો મિઝાઝ મેળવીને તમામ ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓમાં જોમ ભરતા જ કાર્યકર્તાઓ મોદીએ આપેલા વિજયના સંદેશા અને તેમની વાત ને ગામડાના મતદારો સુધી પહોચાડવા માટે કવાયત હાથ ધરી હતી. વિધાનસભા ચૂંટણીમાં જો શહેરની સાથે ચૂંટણી નો અસલ અને ખરા ખરી નો જંગ વડોદરા ગ્રામ્યમાં જોવા મળી રહ્યો છે. વડોદરા ગ્રામ્યમાં પાદરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર ચૈતન્ય સિહ ઝાલાના પ્રચાર માટે પાદરા નગર અને ગ્રામ્ય વિસ્તારમાં કાર્યકર્તાઓ તથા હોદેદારો ની સાથે ગ્રામ જનો પણ સ્વયંભૂ જોડાયા હતા.

www.mrreporter.in

પાદરાના રાજકીય સમીકરણની વાત કરીએ તો પાદરામાં પટેલ અને ક્ષત્રિય સમાજ નો દબદબો રહ્યો છે. આ વખત ના ચૂંટણી ની વાત કરીએ તો ભાજપ માંથી ક્ષત્રિય ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસમાંથી પણ જસપાલ પઢિયાર  અને  આમ આદમી પાર્ટીમાંથી સંદીપ સિંહ રાજ ચુંટણી જંગમાં ઉતર્યા છે. છે. હાલના રાજકીય સમીકરણનો સીધો ફાયદો બીજેપી ને મળી રહશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.  બીજેપીના ઉમેદવાર ચૈતનયસિંહ ઝાલાએ તેમના સમર્થકો સાથે ફેરણી યોજી હતી.જેમાં તિથોર થી શરૂઆત કરી દુધવાડા થઈ કરખડી થઈ ચોકારી, નવાપુરા થઈ પાવડા ખાતે પૂર્ણ થઈ હતી જેમાં ગ્રામજનો જોડાયા હતા.બીજેપીના ઉમેદવાર ચૈતનયસિંહ ઝલને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે.પોતાને મળી રહેલા ભારે સમર્થન અને ભાજપના બળવાખોર નેતા અંગે ચૈતન્યસિંહ ઝાલાએ મી.રિપોર્ટર ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં શું કહ્યું ? તે જુઓ…………

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply